હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી તથા મીસીંગ ડ્રાઇવ અંતર્ગત ગુમ થનાર મહીલાને શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ.
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી તથા મીસીંગ ડ્રાઇવ અંતર્ગત ગુમ થનાર મહીલાને શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ,ગાંધીનગર વિભાગ,ગાંધીનગરનાઓની સુચના અનુસાર સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિશાલકુમાર વાઘેલા સાહેબ, સાબરકાંઠા નાઓએ જીલ્લામાં તા-૧૫/૦૫/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ એમ કુલ દીન-૧૭ ની ગુમ થનાર બાળકો/મહીલાઓ શોધવા અંગેની સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબશે)રાખી ગુમ થનાર (મીસીંગ) બાળકો/મહીલાઓ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલ હિંમતનગર વિભાગ તથા શ્રી આર.ટી.ઉદાવત સર્કલ પોલીસ ઇન્સપેકટર હિંમતનગર સર્કલના માર્ગદર્શન હેઠળ (મીસીંગ) બાળકો/મહીલાઓને શોધી કાઢવા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સતત કાર્યરત રહેલ તે દરમ્યાન અમો વાય.બી.બારોટ પોલીસ સબ ઇન્સપેકટરનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી ગુમ થનાર/ભોગ બનનાર મહીલાને લઈ સામાજીક પ્રસંગમાં પોતાના ઘરે ટીમ્બા તા-સતલાસણા જી-મહેસાણા આવેલ છે. જે બાતમી હકીકત આધારે અ.હે.કો.ધર્મેન્દ્રસિંહ પદમસિંહ આ.પો.કો ચંદુભાઇ નાંનજીભાઇ ,આ.પો.કો ભાવેશસિંહ રામસિંહ ,અ.પો.કો રાકેશસિંહ જશવંતસિંહ, આ.પો.કો કુલદીપકુમાર અજયભાઇ તથા વુ.પો.કો હીનાબેન કાળાજી વિગેરે પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ બનાવી ખાનગી વાહનમાં જઈ બાતમી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં- ૧૧૨૦૯૦૧૭૨૧૦૩૨૭/૨૦૨૧ આઇ.પી.સી ક.૩૬૩,૩૬૬ ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી ઓહમસિંહ બળવંતસિંહ ચૌહાણ તથા ગુમ થનાર/ભોગ બનનાર મહીલા ઘરે હાજર મળી આવેલ હોય આ આરોપી તથા ગુમ થનાર/ભોગ બનનાર (મીસીંગ પર્સન)ને હસ્તગત કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.