સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનના પરિધાનમા સજ્જ હમ ચકલ કલાકારે માધવપુર ના મેળામાં આકર્ષણ જમાવ્યું - At This Time

સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનના પરિધાનમા સજ્જ હમ ચકલ કલાકારે માધવપુર ના મેળામાં આકર્ષણ જમાવ્યું


માધવપુરના ભાતીગળ મેળામાં વિવિધ આકર્ષણથી લોકો થયા આનંદિત. અમિતાભ બચ્ચના ના હમ ચકલ કલાકાર સાથે લોકોએ ઉત્સાહપૂર્વક સેલ્ફી- ફોટો લીધા

ગોસા(ઘેડ) : માધવપુર ઘેડ ખાતે સરકાર દ્વારા આયોજિત ભાતી ગળ મેળામાં ઠેર ઠેરથી લોકો પહોંચીને મેળાનો આનંદ લઇ રહ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન જેવી કદ કાઠી અને પરિધાનમાં સજ્જ કલાકરે લોકા માં મારે આકર્ષણ જમાવ્યું હતું.

એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજાઇ રહેલા મેળામાં જુદા જુદા રાજ્યોથી કલાકારો અને કારીગરો પહોંચ્યા છે ત્યારે મોળામા અમિતાભ બચ્ચનના પરિધાનમા સજ્જ હમ ચકલ કલાકારે લોકોમાં ખૂબ મનોરંજન કર્યું હતું.

માધવપુરનો મેળો માણવા આવેલા લોકોએ અમિતાભ બચ્ચનના હમ ચકલ આ કલાકાર સાથે સેલ્ફી - ફોટો લેવા માટે પડાપડી કરી હતી. આમ, લોકોએ માધવપુરના મેળા નો હર્ષભેર આનંદ લુટ્યો હતો.

મેળામાં લોકો ખાણીપીણી, ખરીદી તેમજ મનોરંજન માણી શકે તે માટે કલાકારો મનોરંજનનો માહોલ જોવા મળી રહ્યોં છે. આમ, માધવપુરના મેળામાં જુદા જુદા આકર્ષણોથી લોકો આનંદિત૧ થયા હતા.

રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image