ડૉ.નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે હિંમતનગર શહેરી વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
નગર પાલિકા વિસ્તારના સેવા સેતુ કાર્યક્રમમાં ૧૦૦૭ લાભાર્થીઓએ લાભ લીધો.
*******************
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં તાલુકા નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ ડૉ.નલીન કાંત ગાંધી ટાઉન હોલ ખાતે યોજાયો હતો. સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોને સરકારી સહાય ઝડપી મળી રહે છે. અને છેવાડાના માનવી સુધી સરકારની પ્રજાલક્ષી સેવાઓ પહોંચે છે. સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ તથા આવકના દાખલા જેવી ૫૬ સેવાઓનો લાભ આપવામાં આવે છે. હિંમતનગર નગર પાલિકા વિસ્તારના સેવા સેતુ કાર્યક્રમમાં ૧૦૦૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો.મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ ( ડાયાબીટીસ તથા બ્લડ પ્રેશર ફ્રી ચેકઅપ)નું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં નગર પાલિકા ચીફ ઓફિસર શ્રી નવનીત સી પટેલ, નગર પાલિકાપ્રમુખ શ્રી યતિનબેન મોદી,કારોબારી સભ્યશ્રી સાવનભાઇ એલ.દેસાઇ, તથા કર્મચારીગણ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦
આબીદઅલી ભુરા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.