જસદણમાં આટકોટ રોડ ઉપર આવેલ જળ સર્કલ બન્યું મોત સર્કલ - At This Time

જસદણમાં આટકોટ રોડ ઉપર આવેલ જળ સર્કલ બન્યું મોત સર્કલ


જસદણમાં આટકોટ રોડ ઉપર આવેલ જળ સર્કલ બન્યું મોત સર્કલ

જસદણ નગરપાલિકા દ્વારા આટકોટ રોડ પર લાંબા સમય પહેલા જળ સર્કલ બનાવવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં જસદણ-આટકોટ ફોરલેન રોડ બનતા આ રોડ પર દિનપ્રતિદિન વાહનોની અવરજવર વધતા આ સર્કલ અકસ્માત સંભવિત બની જવા પામ્યું છે. કારણ કે જસદણના આ જળ સર્કલમાં નગરપાલિકાની આળસના લીધે મસમોટું ખડ ઉગી નીકળ્યું છે અને તેને હટાવવામાં પાલિકાના સત્તાધિશોને જબરી આળસ છે. આથી અહીંથી પસાર થતા અને સામેથી આવતા વાહનો ચાલકોને દેખાતા ન હોવાથી અવારનવાર નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે.
આ બાયપાસ સર્કલ વાહનચાલકોને નડતરરૂપ રીતે બનાવવામાં આવેલું હોવાથી અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે અને સર્કલના લીધે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. છતાં જે તે જવાબદારો દ્વારા આ સર્કલને હટાવવાની અથવા તો તેની ડીઝાઈન બદલવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી અકસ્માતો વધી રહ્યા છે. જેથી આવનારા સમયમાં આ સર્કલ અંગે તંત્ર દ્વારા વિચારણા કરાય તે ઈચ્છનીય છે. સર્કલના લીધે અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે

જેથી આ સર્કલમાં ઉગી નીકળેલું ખડ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવે અથવા આ સર્કલને નાનું કરવામાં આવે અથવા તેની ડીઝાઈન બદલવાની કામગીરી કરવામાં આવે તેવી જસદણના જાગૃત લોકોની માંગ ઉઠવા પામી છે. જો વહેલી તકે જસદણના આ જળ સર્કલમાં ફેરફાર કરવામાં નહી આવે અથવા આ સર્કલને નાનું કરવાની કામગીરી કરવામાં નહી આવે તો આવનારા સમયમાં આ સર્કલ પાસે અકસ્માતની દુર્ઘટના થતી રહેશે.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.