છેલ્લા 24 દિવસથી બોટાદ ખાતે અનુસૂચિત જાતિના વિવિધ પ્રશ્નોને લઇ પ્રતિક ઉપવાસ ચાલુ છે તેને ધ્યાનમાં રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
છેલ્લા 24 દિવસથી બોટાદ ખાતે અનુસૂચિત જાતિના વિવિધ પ્રશ્નોને લઇ પ્રતિક ઉપવાસ ચાલુ છે જેમાં મુખ્ય માંગણીઓ સરવઇ ગામના રાજુભાઈ પરમારનુ અપહરણ કરીને હત્યા કરવામાં આવી તે કેસમાં હજુ સુધી તેઓને ન્યાય મળેલ નથી, એટ્રોસિટી કેસમાં ટેબલ જમીન બંધ થાય ,બોટાદ જિલ્લાના સામાજિક આગેવાનો ને પોલીસ રક્ષણ આપવામાં આવે, જમીન ઉપરના માથાભારે માણસોના કબજાઓ દૂર થાય સ્મશાનોને નિમ કરી અને ભૌતિક સુવિધા યુક્ત બનાવવામાં આવે જેવા વિવિધ પ્રશ્નોનું 24 દિવસ પ્રતિક ઉપવાસ કરવા છતાં આવા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજરોજ કલેક્ટરને અલ્ટીમેટમ આપી અને આવેદનપત્ર આપવામાં આવ્યું કે તારીખ 6/ 8 /2023 સુધીમાં જો આ પ્રશ્નનો નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીની સામે 7/8/2023 ના રોજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.