હેડલાઇન: મહુવા માર્કેટિંગ યાર્ડમાં 22 એપ્રિલે ખેડૂત સંમેલન : સફેદ ડુંગળીના ભાવ મુદ્દે લાલીયાવાડી ખુલ્લી કરવાની ભરતસિંહે ચેલેન્જ ફેંકી
(રીપોર્ટ: નીતિન ચૌહાણ)
મહુવા: તારીખ 22/04/2025 ને મંગળવારે સવારે 10 વાગ્યે મહુવા માર્કેટીંગ યાર્ડ સ્થિત ખોડિયાર મંદિરના પટાંગણમાં ખેડૂત સંમેલનનું આયોજન કરાયું આ સંમેલનમાં સફેદ ડુંગળી પકવતા સૌરાષ્ટ્રના ખેડુતો તથા આગેવાનોને ઉપસ્થિત રહેવા માટે ભરતસિંહે વિશેષ અપીલ કરી સંમેલનમાં ભરતસિંહે જણાવ્યું હતું કે, મહુવામાં ડ્રીહાઇડેશન ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલીક સંસ્થાઓ તથા કેટલાક લુંટબાજ વેપારીઓ વચ્ચે મીલીભગતથી સફેદ ડુંગળીના ભાવમાં લાલીયાવાડી ચાલે છે. તેમણે ચેલેન્જ ઉઠાવીને કહ્યું કે, આવતીકાલે આ લાલીયાવાડી ખુલ્લી કરીને સાચો ભંડાફોડ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
