**સંજેલી ગટરનાળાની કામગીરી સ્વખર્ચે કરાવવા રહીશો મજબુર/ સ્વાગત કાર્યક્રમ હેઠળ અરજી કરવા છતા વહીવટીતંત્ર નિષ્ફળ** - At This Time

**સંજેલી ગટરનાળાની કામગીરી સ્વખર્ચે કરાવવા રહીશો મજબુર/ સ્વાગત કાર્યક્રમ હેઠળ અરજી કરવા છતા વહીવટીતંત્ર નિષ્ફળ**


સંજેલી ગટરનાળાની કામગીરી સ્વખર્ચે રહીશો કરાવવા મજબુર/ સ્વાગત કાર્યક્રમ રજૂઆત છતા સુનાવણી શુન્ય **

સંજેલી ખાતે વિકાસના કામો ફક્ત કાગળ પુરતા જ હોય તેવી સ્થિતી જણાય આવે છે, તો બીજી તરફ કામગીરી કર્યા વિના ભારોભાર બિલો પાસ થયા હોવાની ગ્રામ સભામા જાગૃત નાગરિક દ્વારા તા.વિકાસ અધિકારી સમક્ષ તપાસ સહિતની રજૂઆતો કરાઈ હતી..
ત્યારે સંજેલી નગરમા બંધ સ્ટ્રીટ લાઇટ હોય કે ગંદકી તેમજ ગટરનાળાની લાઈનની કામગીરી કરાવવામા વહીવટીતંત્ર તદ્દન નિષ્ફળ નિવડી છે,
ત્યારે રાજ મહેલ રોડ પાસે આવેલ નાની મસ્જિદ વિસ્તારની ગળીમા ગટર નાળા લાઈનની કામગીરી ત્વરિત પુર્ણ કરવા બાબતે " સ્વાગત કાર્યક્રમમા" સ્થાનિક રહીશો દ્વારા વહીવટીતંત્રને રજૂઆત કરાઈ હતી તે અનુસંધાને તલાટી સાહેબે સાત દિવસમા ગટરનાળાની કામગીરી કરાવી આપવા સ્થાનિકોને બાંહેધરી પણ આપી હતી, પરંતુ બાંહેધરી પ્રમાણે સમયસર કામગીરી ના થતા આખરે રહીશોએ જ સ્વખર્ચે ગટરનાળાની કામગીરી કરાવવાની કામગીરી હાથ ધરી છે...


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.