શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો તેમજ તેમના પરિવારજનો માટે ઓનલાઈન રાશન કાર્ડ ઈ—કે.વાય.સી. કેમ્પ યોજાયો અનેક દિવ્યાંગ બાળકો, તેમના પરિવારજનોએ કેમ્પનો લાભ લીધો.
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો તેમજ તેમના પરિવારજનો માટે ઓનલાઈન રાશન કાર્ડ ઈ—કે.વાય.સી. કેમ્પ યોજાયો
અનેક દિવ્યાંગ બાળકો, તેમના પરિવારજનોએ કેમ્પનો લાભ લીધો.
રાજકોટ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભાસ્કરભાઈ પારેખના માધ્યમથી દિવ્યાંગ બાળકો તેમજ તેમના પરિવારજનો માટે ઓનલાઈન રાશન કાર્ડ ઈ–કે.વાય.સી. કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં અનેક દિવ્યાંગ બાળકો તેમજ તેમના પરિવારજનોએ કેમ્પનો લાભ લીધો હતો.ગુજરાત સરકારશ્રીએ હાલમાં રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવા માટેની જાહેરાત કરી છે, રાશનકાર્ડ અને આધારકાર્ડ લીંક કરવા માટેની પ્રક્રિયા માટે સરકારી કચેરીમાં જવાનું હોય છે જયાં દિવ્યાંગ બાળકો તેમજ તેમના પરિવારજનોને થોડી અગવડતા પડવાની શક્યતા હોય છે જે અગવડતાના નિવારણ માટે માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભાસ્કરભાઈ પારેખના માધ્યમથી દિવ્યાંગ બાળકો માટે તેમજ તેમના પરિવારજનો માટે ઓનલાઈન રાશન કાર્ડ ઈ–કે.વાય.સી. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને લઈને મોટાભાગનાં દિવ્યાંગો સરકારની મળવાપાત્ર યોજનાઓનો લાભ લઈ શકતા નથી અને હેરાન થતા હોય છે. દિવ્યાંગો માટે સતત કાર્યરત, સીનીયર સીટીઝન અને ભુતપુર્વ ગર્વમેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની 'પ્રયાસ' સ્કૂલના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે 'નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર' છેલ્લા ૧૭ વર્ષથી ચાલી રહયું છે. જેનો અત્યાર સુધીમાં સેંકડો દિવ્યાંગોને લાભ મળી ચૂકયો છે.
વિશેષ માહિતી માટે ભાસ્કરભાઈ પારેખ (મો. 94263 17763) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.