ગાંધીનગર વિધાનસભા સામે ઉર્વશી શ્રીમાળી માટે શ્રધ્ધાંજલિ સભા -કેન્ડલ માર્ચ યોજાઈ
( રિપોર્ટ પુષ્પક શુક્લા)
બાસણા- મહેસાણા ખાતે મરચન્ટ હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતી ગુરુ બ્રાહ્મણ સમાજની દિકરી ઉર્વશી શ્રીમાળીએ અધ્યાપકગણના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. આરોપીઓ સામે કાયદેસરના પગલાં ભરવા અને પરિવારને ન્યાય મળે તે સારું તેમજ દિવંગત દિકરીને શ્રધ્ધાંજલિ પાઠવવા આયોજન કરેલ. તેમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ભાઈ/બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્ડલ માર્ચ- શ્રધ્ધાંજલિ સભા તા.૧/૨/૨૦૨૫ ને શનિવારે સાંજે ૬ કલાકે પ્રેરણા ભૂમિ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિધાનસભાની સામે ગાંધીનગર ખાતેથી યોજાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
