રૈયોલી ડાયનાસોર પાર્ક સ્વરક્ષણ દિવાલ ઉપર બેસાડેલી ગ્રીલ પરના લોખંડના સળિયા ફોરેસ્ટ ઓફિસરની આંખો આગળ લોકો ચોરી ગયા - At This Time

રૈયોલી ડાયનાસોર પાર્ક સ્વરક્ષણ દિવાલ ઉપર બેસાડેલી ગ્રીલ પરના લોખંડના સળિયા ફોરેસ્ટ ઓફિસરની આંખો આગળ લોકો ચોરી ગયા


રૈયોલી ડાયનાસોર પાર્ક સ્વરક્ષણ દિવાલ ઉપર બેસાડેલી ગ્રીલ ઉપર લોખંડના સળિયા વળાંક વાળેલા તે સળિયા અમુક મોટાભાગની ગ્રીલો ઉપરથી ચોરી થઈ ગયેલ છે અને તે જાહેર રસ્તા ઉપર તો આ ફોરેસ્ટ ઓફિસર ના ધ્યાન ઉપર આવ્યું કે કેમ ? કે પછી સ્વરક્ષણ દિવાલ મા થયેલા મહા ભ્રષ્ટાચાર મા રચા પચા છે

સરકારો દ્વારા ડાયનાસોરના વિકાસ માટે લાખો કરોડો રૂપિયા ની ગ્રાન્ટો વિકાસ કરવા માટે આપે છે જ્યારે કોન્ટ્રાક્ટરો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જાણે કે અમારો પોતાનો જ વિકાસ ક્યારે થઈ જાય બસ આના સિવાય બીજું કંઈ દેખાતું જ નથી જો ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં નળ સેજલ યોજનાનું જે ભ્રષ્ટાચાર થયો છે તેવો બીજા નંબરનો ભ્રષ્ટાચાર રૈયોલી ડાયનાસોર પાર્કની સ્વરક્ષણ દિવાલ બનાવવામાં થયો હોય તેવું લાગી રહ્યું છે આ કામ ની વિજિલન્સ તપાસ કરવામાં આવે તો લાગતા વળગતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી નાણોની રીકવરી કરવી જોઈએ જેથી કરીને બીજા કોઈ પણ વિકાસ કામમાં આવા કટકી બટકી ના વ્યવહારો થતા અટકી જાય

સ્વરક્ષણ દિવાલના કામની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આગામી સમયમાં મુખ્યમંત્રી વન અને પર્યાવરણ મંત્રી તેમજ પ્રવાસન મંત્રી ને અને મહીસાગર કલેક્ટરને લેખિત જાણ કરવામાં આવશે તેવું ગામ લોકોની માગણી સેવાઈ રહી છે


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.