મવડીમાં શ્વાનને શેરીમાં ન લાવવાનું કહેતાં વેપારીને ફડાકા ઝીંકી મારી નાખવાની ધમકી - At This Time

મવડીમાં શ્વાનને શેરીમાં ન લાવવાનું કહેતાં વેપારીને ફડાકા ઝીંકી મારી નાખવાની ધમકી


શ્રધ્ધા ગાર્ડન પાસે ચાર દિવસ પહેલાં થયેલ મારામારીના બનાવમાં સામી ફરીયાદ નોંધાઈ હતી.ગોકુલધામમાં ગીતાંજલી સોસાયટીમાં રહેતાં વેપારીએ પાડોશી શખ્સને શ્વાનને શેરીમાં ન લાવવાનું કહેતાં ફડાકા ઝીંકી મારી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે ગોકુલધામમાં ગીતાંજલી સોસાયટી મેઈન રોડ પર રહેતાં રોહિતભાઈ કનૈયાલાલ મેર (ઉ.વ.41) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રવિ દિનેશ ભટ્ટીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પોતાના ઘર નિચે મધુ હેન્ડલુમ કપડાની દુકાન ચલાવી વેપાર કરે છે.
ગઇ તા.18 ના સવારના સમયે તેઓ તેમના દિકરા જેનીસને સ્કુલે મુકી પરત ઘર તરફ જતો હતો ત્યારે દોશી હોસ્પિટલ પાછળ આવેલ શ્રધ્ધા ગાર્ડન પાસે પહોંચતા તેઓની સામે રહેતો રવિ ભટ્ટી ત્યાં હાજર હોય અને રવિએ તેમને બોલાવેલ કે, તમે અહીં આવો જેથી તેની પાસે ગયેલ અને રવિએ કહેલ કે, તે કેમ મારા વીરૂદ્ધમા અવાર નવાર પોલીસમાં અરજીઓ કરે છે તેમ કહી ગાળો દેવા લાગેલ અને તેને ગાળો દેવાની ના કહેતા તે ઉશ્કેરાઇ ગયેલ અને ઝપાઝપી કરી ફડાકા ઝીંકી દિધેલ હતાં.
બાદમા ત્યાં ગાર્ડનમા પડેલ કુંડાના ઠીકરા પણ મારેલ અને ઝપાઝપીમા તે પડી જતા ગોઠણના ભાગે ઇજા થયેલ હતી. બાદમાં આરોપી રવિએ મને કહેલ કે ,જો તું હવે મને હેરાન કરીસ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપેલ હતી. બાદમાં તે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ હતો.
વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેમના ઘરની સામે રહેતો રવિ ભટ્ટી રસ્તે રજળતા શ્વાન તેના ઘર પાસે ભેગા કરતો હોય અને અને અગાઉ ફરિયાદીના દિકરને શ્ર્વાન કરડી ગયેલ હોય જેથી અગાઉ તેને શેરીમા શ્વાન ભેગા નહીં કરવા બાબતે સમજાવવા જતા તેને સારૂ નહી લાગેલ જે બાબતનો ખાર રાખી ગાળો આપી મારમારી ધમકી આપી હતી. બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.