બરવાળા ના ખમીદાણા ગામ પાસે પાઇપલાઇનમાં ભંગાણ થતા 30 ફૂટ ઊંચા પાણીના થયા ફુવારા તંત્ર એ સમારકામની કામગીરી શરૂ કરી
બરવાળા તાલુકાના ખમીદાણા ગામ પાસે મંગલપુર જવાના રસ્તા પર નાવડા થી બોટાદ તરફ જતી પીવાના પાણીની મહીપરીયેજ યોજનાની પાઇપ લાઇનમાં સવારે ધડાકાભેર ભંગાણ થયું છે જેના કારણે 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડી રહ્યા છે પાઈપ લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણીનું વેડાટ થયું છે જ્યારે તંત્રને જાણ થતા તંત્ર દ્વારા સમારકામ હાથ કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાવડા સંપની બોટાદ તરફ જતી spp3a પીવાના પાણીની પાઇપ લાઇન પસાર થઈ છે જે આજે ખમીદાણા ગામ પાસે મંગલપુર જવાના રસ્તા પર પાઇપલાઇનમાં અચાનક ધડાકાભેર ભંગાણ થયું હતું અને 30 ફૂટ થી ઊંચા પાણીના ફુવારા થયા હતાપાઇપલાઇનમાં ભંગાણ થતા આસપાસમાં પાણીના ખાબોચિયા ભરાયા હતા અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે જ્યારે તંત્રને જાણ થતાં તંત્ર દ્વારા હાલ પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરીને પાઇપલાઇનનું સમારકામની કામગીરી શરૂ કરી છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
