કડક અધિકારી મુકો પોલીસ પ્રશાસન ઉપર થી લોક વિશ્વાસ ઉઠી રહ્યો છે. દામનગર માં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ બગડતા ચિંતા આગામી દિવસો માં બહાર રહેતા પરિવાર ની ઉપસ્થિતિ માં - At This Time

કડક અધિકારી મુકો પોલીસ પ્રશાસન ઉપર થી લોક વિશ્વાસ ઉઠી રહ્યો છે. દામનગર માં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ બગડતા ચિંતા આગામી દિવસો માં બહાર રહેતા પરિવાર ની ઉપસ્થિતિ માં


કડક અધિકારી મુકો
પોલીસ પ્રશાસન ઉપર થી લોક વિશ્વાસ ઉઠી રહ્યો છે.

દામનગર માં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ બગડતા ચિંતા આગામી દિવસો માં બહાર રહેતા પરિવાર ની ઉપસ્થિતિ માં

સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓનું સંમેલન મળશે

દામનગર શહેર માં છેલ્લા ઘણા સમય થી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ કથળી વધતી જતી અનિષ્ઠ પ્રવૃત્તિ સામે વ્યાપક રોષ આગામી દિવસો માં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ એ યુવા આર્મી ટીમ ના નેતૃત્વ માં બેઠક બોલાવશે સુરત મુંબઈ અમદાવાદ રાજકોટ કે અન્ય શહેરો માં રહેતા વતન પ્રેમી ઓએ ચિંતા વ્યક્ત કરી સરકાર માં રજુઆત કરવા એક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓનું સંકલન કરાશે તંત્ર અને નેતા ઓની નિષ્ક્રિયતા અંગે ખેદ
દારૂ જુગાર વરણી મટકા સંચાલકો ને ત્યાં શ્રમિક પરિવાર ની સાયકલ ટુ વહીલ ઘરવખરી સરસમાન ગીરવે મૂકી દારૂ પિતા નસેડી ઓના પરિવાર કફોડી હાલત એક જ ઘર ના બેત્રણ યુવાન દીકરા ઓ દારૂ ના કારણે મોત ને ભેટ્યા હોવા અને અનેક કિસ્સા ઓમાં નિરાધાર બનેલ પરિવારો માં કાળો કેર કડક પોલીસ અધિકારી ની નિમણૂક ની માંગ સરકાર સમક્ષ કરશે ખુલ્લે આમ પાઈપો લઈ ને ફરતાં લુખ્ખા સામે વ્યાપક રોપ ગેરકાયદેસર મકાનો બાંધી ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોય આવા દબાણો દૂર કરો સત્તાધારી પાર્ટી એ જરા પણ માનવતા હોય તો આવા દબગો ને હોદા ઊપર થી દુર કરો કોઈ પણ સમાજ માં સૌથી વધુ ખરાબ હાલત નાના શ્રમિક પરિવાર ના મહિલા બાળકો ની થઈ રહી છે રોજે રોજ નું પેટિયું રળતા શ્રમિક પરિવારો માં મુખ્ય વ્યક્તિ દારૂ જુગાર વરલી ની લતે ચડીને પોતા ના પરિવાર ને બરબાદ કરતા હોવા થી મહિલા અને બાળકો લાચાર બની રહ્યા છે ત્યારે શહેર ની તમામ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓએ સરકાર માં અનેક મુદ્દે રજુઆત કરશે દાસ દિવસ પહેલા ના બનાવ માં પોલીસે કોઈ આરોપી ની ધડપકડ નથી કરી પાલિકા ના સત્તાધીશો ની ભલામણ થી કામ કરતી પોલીસે બંધારણ હેઠળ કામ કરવું જોઈ એ નેતા ઓની નીતિ હેઠળ નહિ ખુલ્લે આમ એક દિવસ માં ખાનગી મિલકતો માં પાઈપો લઈ જાહેર રોડ ઉપર આ મારા મારવા ના બનાવ થી નજરે નિહાળનાર દિવસો સુધી ઉંધી શક્યા નથી ઢોર ને પણ કોઈ આવી આવી રીતે મારતા કયારેય કોઈ જોયું નથી સમગ્ર શહેર માં શાકભાજી લેતી મહિલા ઓથી લઈ દરેક નાની મોટી જગ્યા એ આ લુખ્ખા ઓના ભયંકર કાંડ ની ચર્ચા ઓ થઈ રહી છે ત્યારે કડક પોલીસ અધિકારી મારફતે તમામ ની સામે સખત કાર્યવાહી ની માંગ ભયભીત શહેરીજનો ને ભય મુક્ત કરવા લુખ્ખા ઓની શાન ઠેકાણે લાવવી જોઈ એ અનિષ્ઠ પ્રવૃત્તિ ઓના અડ્ડા ઉપર પોલીસ કાર્યવાહી નહિ કરે તો વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સંગઠન દ્વારા જનતા રેડ માટે જાગૃતિ અભિયાન ચલાવી મહિલા સહિત સામુહિક રેડ કરી અનિષ્ઠ પ્રવૃત્તિ ઓ બંધ કરાવશે કુકવાયા પરિવાર ઉપર થયેલ હિંસક હુમલો એ ગાય ઉપર હુમલા સમાંતર છે દરેક સમાજ માં ભારે નારાજગી ઉભી થઈ છે પોલીસ પ્રશાસન દ્વારા ફરિયાદી સાથે સાથે આરોપી જેવું વર્તન પોલીસ સાથે આવા અનિષ્ટ તત્વો ના ધનિષ્ઠ સંપર્ક અંગે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવી જોઈ એ દારૂ જુગાર વરલી માટે વાહનો ઘરવખરી ગીરવે મૂકી પરિવાર માટે આફત નોતરતા લુખ્ખા સાથે પોલીસ સારા સંબંધો કેમ ? આ લુખ્ખા ઓને પૂછી ને પાણી પીતી પોલીસ કોઈપણ ફરિયાદ તેમની પૂછી ને પછી લેવાની પદ્ધતિ સામે ભારે નારાજગી છેલ્લા દસ દિવસ થી પીડિત પરિવાર હોસ્પિટલ ના બિછાને છે પીડિત પરિવાર ની અતિ ગંભીર સ્થતિ અરેરાટી ઉપજાવતી આ ઘટના માં પોલીસ ની ભૂમિકા સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે રાજ્ય ના મુખ્ય મંત્રી ગૃહ મંત્રી સહિત જિલ્લા કલેકટર શ્રી ને પ્રતિનિધિ મંડળ મળશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image