દામનગર પટેલ વાડી ખાતે ભવાની જેમ્સ ના મોભી ભામાશા મનજીભાઈ ધોળકિયા નું આગમન થતા ભવ્ય સત્કાર કરાયો - At This Time

દામનગર પટેલ વાડી ખાતે ભવાની જેમ્સ ના મોભી ભામાશા મનજીભાઈ ધોળકિયા નું આગમન થતા ભવ્ય સત્કાર કરાયો


દામનગર પટેલ વાડી ખાતે ભવાની જેમ્સ ના મોભી ભામાશા મનજીભાઈ ધોળકિયા નું આગમન થતા ભવ્ય સત્કાર કરાયો

દામનગર શહેર માં ભવાની જેમ્સ ના મોભી ભામાશા મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા પધાર્યા ઉદારદિલ દાતા ઉદ્યોગ રત્ન મનજીભાઈ નું દામનગર પટેલ વાડી ખાતે આગમન થતા સમસ્ત લેઉવા પટેલ પ્રગતિ મંડળ પટેલ વાડી ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા સમસ્ત લેઉવા પટેલ સમાજ ના અગ્રણી જવેરભાઈ નારોલા હરજીભાઈ નારોલા ભગવનભાઈ નારોલા અમરશભાઈ નારોલા પવન જેમ્સ ના મોભી પ્રેમજીભાઈ નારોલા દેવચંદભાઈ આલગિયા દિલીપભાઈ ભાતિયા ભીમજીભાઈ વાવડીયા મનસુખભાઈ નારોલા જયતિભાઈ નારોલા ભોળાભાઈ બોખા લાલજીભાઈ નારોલા કરમશીભાઈ કાસોદરિયા જયસુખભાઈ બુધેલીયા જીતુભાઇ બલર સચિનભાઈ બોખા રણછોડભાઈ બોખા ગોબરભાઈ નારોલા ઈશ્વરભાઈ નારોલા જ્યંતીભાઈ ખોખરીયા અશોકભાઈ બાલધા કરમશીભાઈ બુધેલીયા વિનુભાઈ નારોલા ઘનશ્યામભાઈ મોતીસરિયા આર કે નારોલા હિમતભાઈ આલગિયા કનુભાઈ બોખા બટુકભાઈ શિયાણી ગણેશભાઈ નારોલા સહિત અનેક અગ્રણી ઓ કાર્યકરો લેઉવા પટેલ સમાજ શ્રેષ્ટિ ઓની ઉપસ્થિતિ માં પટેલ વાડી ના નવીનીકરણ ના પ્લાન એસટી મેન્ટ નિહાળી આર્થિક મદદ ની તૈયારી દર્શાવી હતી વર્ષો પૂર્વે વાડી નિર્માણ માં પાયા ના પથ્થર મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા એ જૂની સ્મૃતિ ઓ વાગોળી આગેવાનો ને યાદ કર્યા હતા દામનગર શહેર માં થતી અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી પૂર્ણ અવગત હોવા નું જણાવ્યુ હતુ અહીં ખૂબ સ્વંયમ સેવી કાર્યકરો ની ફોજ હોવા થી પરિચત છું તેમ જણાવ્યું હતું પટેલ વાડી ના જીર્ણોદ્ધાર અંગે પ્લાન એસ ટી મેન્ટ નિહાળી જરૂરી સૂચનો કર્યા હતા આવતા ભવિષ્ય ની દુરંદેશી ૫૦ વર્ષ પછી ની જરૂરિયાતો ને ધ્યાને લઈ માર્ગદર્શન આપ્યું હતું વર્ષો પૂર્વે વાડી નિર્માણ માં મનજીભાઈ ધોળકિયા એ પોતા ના માતા પિતા અને પરિવાર ના નામે આપેલ યોગદાન અને પોતા ના સગા સ્નેહી ઓના યોગદાન ની નોંધ તકતી ઓ નિહાળી દાતા ની દિલેરી ની સુંદર નોંધ બદલ ખુશી વ્યક્ત કરી હતી ત્રીસ વર્ષ જૂનો વાડી ની ઓફીસ માં ભવાની જેમ્સ દ્વારા પ્રસિદ્ધ કેલેન્ડર તસ્વીર જોઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી પટેલ વાડી ના દરેક વિભાગો વ્યવસ્થા નિહાળી હતી સ્થાનિક અગ્રણી ઓની મહેનત સમાજ પ્રત્યે ની ઉદાત ભાવના બદલ આભાર વ્યક્ત કર્યો હતો દામનગર સાથે વર્ષો થી ધનિષ્ટ ઘરોબો ધરાવતા ઉદારદિલ દાતા મનજીભાઈ ધોળકિયા ના આગમન ની જાણ થતાં સમગ્ર શહેર ભર માંથી સમસ્ત લેઉવા પટેલ સમાજ ના અગ્રણી ઓ યુવાનો હાજરી આપી ભામાશા ને શુભેચ્છા પાઠવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image