બાલાસિનોર મામલતદાર સાહેબ ને શહીદ સ્વ: સુખદેવસિંહ ગોગામેડી નાં ન્યાય માટે આવેદન પત્ર આપવા મા આવ્યું - At This Time

બાલાસિનોર મામલતદાર સાહેબ ને શહીદ સ્વ: સુખદેવસિંહ ગોગામેડી નાં ન્યાય માટે આવેદન પત્ર આપવા મા આવ્યું


બાલાસિનોર ક્ષત્રિય સમાજ દ્વારા બાલાસિનોર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ જેમની ધોળા દિવસે ઘરમાં જ હત્યા કરાઇ

રાજસ્થાનમાં હાલમાં સરકાર બની નથી અને અહીં એક મોટી ઘટના બની છે. રાજસ્થાનમાં ગોળીબાર શરૂ થયો છે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘરમાં ઘૂસીને સુખદેવ સિંહને 4 ગોળી મારી હતી. તેઓ લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયા હતા

બાલાસિનોર તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોએ આજે બાલાસિનોર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સુખદેવસિંહ ગોગામેડી ના હત્યારાઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેથી કરીને આવા બનાવો કોઈપણ સમાજ સાથે ના બને તેવો દાખલો બેસાડવામાં આવે તેવી માંગ સાથે આજે બાલાસિનોર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

યુવા ક્ષત્રિય સેના મહીસાગર જિલ્લા અને બાલાસિનોર તાલુકા દ્રારા રાષ્ટ્રીય કરણી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડી હત્યા અસામાજિક તત્વો દ્રારા રાજસ્થાન માં કરવામાં આવી તેનાં અનુસંધાન માં બાલાસિનોર મામલતદાર સાહેબ શ્રી ને હત્યારાઓ ને ફાંસી ની સજા થાય અને યોગ્ય પગલા લેવાય તેના અનુંસંધાન મા યુવા ક્ષત્રિય સેના જિલ્લા પ્રમુખ સોલંકી હિતેન્દ્રસિંહ, શહેર પ્રમુખ સુરપાલસિંહ, છત્રસિંહ ચૌહાણ પરેશસિંહ સોલંકી, જીતેન્દ્રસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, નગસિંહ રાજપૂત, મહેશભાઈ જૈન વિજયસિંહ ઠાકોર, સંભુભાઈ ઠાકોર, સાગરસિંહ ઝાલા,,અને બીજા મિત્રો પણ હાજર રહ્યા

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.