ગોખલાણા રોડ પર રામેશ્વર મહાદેવ મંદિર શિવ મહાપુરાણ કથામાં શિવજીના લગ્ન ધામધૂમથી ઉજવ્યા
(રિપોર્ટ કરશન બામટા)
જસદણના રામેશ્વર મંદિર ખાતે તા.13/04/2025 થી 24/04/2025 સુધી શિવમહાપુરાણ એકાદશ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શિવજીની જાન લઈને જીવાપર ગામેથી નવરાત્રિ શિવ શક્તિ મંડળ અને સમસ્ત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી, શિવ-પાર્વતી વિવાહમાં જોડાઈને કથાનું રસપાન કર્યુ હતું. તેમજ 1000 લોકોએ આ કથાનો લાભ લિધો હતો. રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથામાં આવતા દરેક ભક્તજનોને મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે ત્યારે જીવાપર ગામથી ભવ્ય જાડેરી જાન શિવજીની રામેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી અને શિવજીના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. જીવાપર પર ગામના નવરાત્રી શિવ શક્તિ મંડળ દ્વારા શિવજીની જાન આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
