માત્ર 22 દિવસમાં અટલ સરોવરની રોનકછીનવાઈ, લાઈટિંગ સહિતના આકર્ષણ બંધ - At This Time

માત્ર 22 દિવસમાં અટલ સરોવરની રોનકછીનવાઈ, લાઈટિંગ સહિતના આકર્ષણ બંધ


રાજકોટ સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવરના નામે શહેરને નવું આકર્ષણ મળ્યું છે. તેનું સંચાલન સરોવર બનાવનાર ક્યુબ કન્સ્ટ્રક્શન પાસે છે. ખુલ્લું મુકાતા જ મુલાકાતીઓનો પણ સારો ધસારો રહે છે પણ એજન્સીએ નફાખોરી માટે તંત્રનું નાક દબાવવાનું ચાલુ કર્યું છે. ક્યુબ કન્સ્ટ્રક્શન પાસે અટલ સરોવરનું સંચાલન છે તેમાં કઈ નવું કરવું હોય તો મનપાની મંજૂરી તેમજ ટેન્ડરની શરતો મુજબ જ કામ કરવાનું છે. આ દરમિયાન કોન્ટ્રાક્ટરે વધારે પૈસા રળવા માટે ફૂડ કોર્ટ ઉપરાંત ફેરિયાઓને પણ અટલ સરોવરમાં પ્રવેશ આપીને તેની પાસેથી જંગી ભાડું વસૂલવાનું ચાલુ કર્યું હતું. આ માટે કોઇ મંજૂરી ન લેવાતા મનપાએ નોટિસ ફટકારી હતી અને ફેરિયાઓને બહાર કઢાવ્યા હતા. નોટિસ મળતા એજન્સીએ હવે મનપાની સામે દાવ નાખ્યો છે તેઓએ ડિસ્કો થેક, લાઈટિંગ જેવા આકર્ષણો બંધ કરવા તેમજ નવા આકર્ષણો પણ ન લાવવાનું મન બનાવ્યું છે. ટેન્ડરમાં જેવું છે તેવું જ કામ કરવું છે તેવી વાતો ફેલાવીને મનપાનું નાક દબાવવા પ્રયાસ કરાયો છેે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.