માળીયા હાટીના શૈક્ષીક મહાસંઘ દ્વારા પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ કરાઇ
માળીયા હાટીના તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કારોબારી બેઠકમાં જૂની પેન્શન યોજના સત્વરે આપવામાં આવે તથા શિક્ષકો પાસેથી ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડી અને જે પ્રમાણે કામ ચાલતું એ કામ થાય ઉપરાંત એકમ કસોટીઓ ઘટાડી અને નવું માળખું થાય અને બદલીથી છૂટા થયેલ શિક્ષકોને 100 ટકા બદલીના સ્થળે છૂટા કરવામાં આવે તેવી પ્રબળ માંગણી શૈક્ષિક મહાસંઘના પ્રમુખશ્રી જયદીપસિંહ ડોડીયા અને કારોબારી સભ્યો દ્વારા જીલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ જૂનાગઢ અધ્યક્ષને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.