રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જવાહર નહેરુ હોકી સ્પર્ધાનું આયોજન
રાજકોટ તા. ૧૨ ઓગસ્ટ - રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જવાહર નહેરુ હોકી સ્પર્ધા૨૦૨૪-'૨૫નું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ શહેર તથા ગ્રામ્યમાં આવતી તમામ શાળાઓના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અન્ડર-૧૫ અને અન્ડર-૧૭ કેટેગરીમાં ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓ / શાળાઓએ પોતાની શાળાના લેટરપેડ ઉપર નિયત નમુનાનું પ્રવેશપત્ર બનાવી, રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ૭/૨ - બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૪ સુધીમાં સંપુર્ણ વિગત સાથે મોકલવાનું રહેશે. સમય મર્યાદામાં આવેલા પ્રવેશપત્રોના સ્પર્ધકો વિગતવાર કાર્યક્રમ કચેરીએથી મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે અન્ડર-૧૫ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધા (ભાઈઓ) માટે જન્મતારીખ ૧/૧૧/૨૦૦૯થી તેમજ અન્ડર-૧૭ નહેરુ જુનિયર હોકી સ્પર્ધા (ભાઈઓ) અને અન્ડર-૧૭ નહેરુ જુનિયર હોકી સ્પર્ધા (બહેનો) માટે જન્મતારીખ ૧/૧૧/૨૦૦૭થી જે-તે વય જૂથમાં કટ ઓફ ડેટ ૩૧/૧૦/૨૦૨૪ને ધ્યાને લઈને ભાગ લેવાનો રહેશે. કોઈપણ કેટેગરી માટે ધોરણ બાધ નથી, તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી વી. પી. જાડેજાની યાદીમાં જણાવાયું છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.