મોટર સાયકલ ચોરીનો ગુન્હો શોધી રૂ.૧૫,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

મોટર સાયકલ ચોરીનો ગુન્હો શોધી રૂ.૧૫,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો પાલીતાણા શહેર વિસ્તારમાં વણશોધાયેલ ચોરીઓનાં ગુન્હાઓ શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મોટર સાયકલ ચોરી અંગે મળેલ માહિતી આધારે તળાજા-પાલીતાણા રોડ, ભીલવાસમાં વોચમાં હતાં. તે દરમ્યાન *જયરાજ ઉર્ફે આગુ પ્રકાશભાઇ ગોસ્વામી ઉ.વ.૨૩ રહે. હાટકેશ્વર મંદીર, પાલીતાણા જી.ભાવનગર*વાળા કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ આગળની હેડ લાઇટનાં કવર વગરનું અને આગળ-પાછળ નંબર પ્લેટ વગરનાં મોટર સાયકલનાં એન્જીન નંબર તથા ચેસીસ નંબર આધારે મોટર સાયકલના સાચા રજી. નંબર બાબતે એપ્લીકેશનમાં તપાસ કરતા મોટર સાયકલનાં સાચા રજી નંબર- GJ-04-BJ-4426 અને તે મોટર સાયકલ શૈલેષકુમાર ભાણજીભાઇ ગીલાતર રહે.દુધાળા વિસ્તાર, પાલીતાણાવાળાના નામે નોંધાયેલ હોવાનુ જણાય આવેલ. આ મોટર સાયકલ અંગે તેની પાસે આધાર કે બિલ કે રજી.કાગળો હોય તો રજુ કરવા કહેતાં તે ફર્યુ-ફર્યુ બોલી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. તેની પાસેથી *મોટર સાયકલ કિ.રૂ.૧૫,૦૦૦/-*ની શક પડતી મિલ્કત તરીકે Cr.P.C. એકટ કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી તેને હસ્તગત કરેલ. આ ઇસમની પુછપરછ કરતાં તેણે આજથી ત્રણ-ચાર દિવસ પહેલા તેને રૂપીયાની જરૂર હોવાથી પાલીતાણા બસ સ્ટેન્ડ રોડ, નટરાજ શોપીંગ સેન્ટર પાસે પડેલ મોટર સાયકલ ચોરી કરેલ હોવાનું જણાવેલ. આ અંગે આગળની કાર્યવાહી થવા માટે તેને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

*શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-*
પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૧૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા,હરેશભાઇઉલ્વા,હિરેનભાઇ સોલંકી,બીજલભાઇ કરમટીયા,હરિચંદ્દસિંહ ગોહિલ,શકિતસિંહ સરવૈયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈઢીલા શીહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.