જૂનાગઢ પોલીસે સોની વેપારી અરજદારને માતબર રકમના સોનાના દાગીના પરત અપાવ્યા - At This Time

જૂનાગઢ પોલીસે સોની વેપારી અરજદારને માતબર રકમના સોનાના દાગીના પરત અપાવ્યા


જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારાસામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છેએ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે

જૂનાગઢ શહેરમાં રહેતા અને સોનીની દુકાન રાખી, વેપાર કરતા એક વેપારી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાની દુકાને અવાર નવાર સોનાની વસ્તુઓ લેવા આવતા એક માણસને પોતે ઓળખતો હોઈ, દરેક વખતે સોનાના દાગીના લઈને, રોકડા રૂપિયા આપતો હોઈ, પોતાને વિશ્વાસ બેસેલ હતો. છેલ્લા બે મહિના પહેલા આ માણસ દ્વારા છ લાખ રૂપિયાના સોનાના દાગીના ખરીદ કરી, પોતાને વિશ્વાસ હોઈ, બે ત્રણ દિવસમાં રૂપિયા પહોંચાડી દેવાની વાત કરેલ હતી. બે ત્રણ દિવસ બાદ તેમજ અવાર નવાર રૂપિયા માંગતા, બહાના બતાવી, સમય કાઢ્યો હતો. ત્યારબાદ છેલ્લે સોની વેપારી દ્વારા તપાસ કરતા, માતબર રકમનું સોનું લઈ ગયેલ માણસ માથાભારે ઇસમ હોવાની જાણકારી મળેલ અને માથાભારે ઇસમ દ્વારા સોની વેપારીને તારે જવું હોય ત્યાં જા, સોનાના દાગીના કે રૂપિયા ભૂલી જજેતેવી ધમકી આપી, હાથ ઊંચા કરી દીધા હતા. સોની વેપારી માથાભારે ઇસમ સાથે માથાકૂટ કરી શકે તેમ ના હોઈ, મદદ કરવા ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરેન્દ્રસિંહ ભાટી, સ્ટાફના હે.કો. દીપકભાઇ, વિક્રમભાઈ, સાહિલભાઈ, યશપાલ સિંહ, દિવ્યેશભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે મોબાઈલ ફોન નંબર આધારે માથાભારે ઇસમને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવતા અને છેતરપિંડી કરવા અંગે કાયદેસર કાર્યવાહી કરવા જણાવતા, માથાભારે ઇસમ પોપટ બની ગયો હતો અને આશરે પાંચેક લાખના સોની વેપારીના ઓરીજીનલ સોનાના દાગીના ઘરેથી મંગાવી, પરત આપી દીધા હતા અને એક સોનાના દાગીના ઉપર લોન લીધેલ હોઈ, જે બાકી રકમ એકાદ મહિનામાં આપી દેવાની કબૂલાત કરી, ચેક પણ આપી દિધેલ હતો. યુવક સોની વેપારી દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્તકર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને હવેથી આવા લોકોને સોનાના દાગીના વેંચાણ નહિ કરવા વિનંતી પણ કરવામાં આવેલ હતી

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા યુવાન સોની વેપારી અરજદારને છ લાખ જેટલા માતબર રકમના સોનાના દાગીના પરત અપાવવા મદદ કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.