આર્ટસ કોલેજ , મોડાસા ના IKS સેન્ટર અને મનોવિજ્ઞાન વિભાગ અને IQAC દ્વારા શ્રીમદભગવદ્ ગીતાજી અને માનસિક સ્વાસ્થ્ય વિષય પર સેમિનાર યોજાયું
આજ રોજ અમારી કોલેજ શ્રી એસ કે શાહ એન્ડ શ્રી કૃષ્ણા ઑ.એમ.આર્ટસ કોલેજ , મોડાસા ના IKS સેન્ટર અને મનોવિજ્ઞાન વિભાગ અને IQAC દ્વારા શ્રીમદભગવદ્ ગીતા જી અને માનસિક સ્વાસ્થ્ય વિષય પર સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું . આ સેમિનાર માં મુખ્ય વકતા ડૉ રાકેશભાઈ પ્રજાપતિ એ વિધાર્થીઓને અને અધ્યાપકો ને શ્રીમદભગવદ્ ગીતા જીના સંદર્ભ મા માનિસક સ્વાસ્થ્ય વિશે માહિતી પૂરી પાડી. આ સેમિનાર માં કુલ ૨૨૫ વિધાર્થીઓ અને ૨૩ અધ્યાપકો એ ભાગ લીધો હતો.મુખ્ય અતિથિ તરીકે કોલેજના આચાર્ય શ્રી ડૉ દીપકભાઈ એચ જોશી એ સ્થાન શોભાવ્યું હતું અને સ્વાગત પ્રવચન કર્યું હતું અને મુખ્ય વકતા નું પરિચય આપ્યો હતો .કાર્યક્રમ નું સંચાલન ડૉ.મયુરભાઈ સોલંકી એ કર્યું હતું અને કાર્યક્રમ નું આયોજન ડૉ એમ. એ.કઠિયારા દ્વારા કરવામાં આવ્યું હતું .કાર્યક્રમ ના અંતે ડૉ ગિરીશભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી . સુંદર કાર્યક્રમ કરવા બદલ મંડળ ના પ્રમુખ શ્રી મહેન્દ્ર વી. શાહ સાહેબ અને હોદ્દેદારો એ શુભકામનાઓ પાઠવી હતી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
