જસદણમાં ગુરૂવારે પ્રભુ સદ્દભાવના સમિતિના સભ્યોએ દીપી ઉઠે એવું હોસ્પિટલમાં કાર્ય કર્યું - At This Time

જસદણમાં ગુરૂવારે પ્રભુ સદ્દભાવના સમિતિના સભ્યોએ દીપી ઉઠે એવું હોસ્પિટલમાં કાર્ય કર્યું


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં લોકો પાસેથી એકપણ પૈસો માગ્યાં વગર એનેકાએક સેવાકીય પ્રવૃતિઓમાં મોખરે રેહતા પ્રભુ સદ્દભાવના સેવા સમિતિના સભ્યોએ ગુરુવારે કાળઝાળ ગરમીમાં જસદણની સરકારી હોસ્પિટલમાં તમામને ઠંડી છાસ પીવડાવી વધું એક પુણ્યનું ભાથું બાંધ્યું હતું જસદણમાં છેલ્લાં દોઢ વર્ષમાં કાર્યરત થયેલ આ સમિતિએ ટુંકા ગાળામાં ગરીબોને મીઠાઈ ભોજન નાના બાળકોને નવાનકોર વસ્ત્રો બુટ ચપ્પલ કિરાણાની કીટ સહિતનાં અનેક સેવાકીય કાર્યો કર્યા હોવા છતાં કોઈ દેખાડો કર્યોં નથી ઉલ્ટાના પોતાની કમાણીના પૈસા અનેક સદ્દકામો માં વાપરી પોતાની યશકલગી માં એક વધું પીંછાનો ઉમેરો કર્યો છે જસદણ સરકારી હોસ્પિટલમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દર્દીઓ અને તેમની સાથે આવેલ સહાયકને જે ટિફિન સેવા આપે છે તે સેવા કાબિલેદાદ છે ત્યારે ગુરૂવારે જસદણની સરકારી હોસ્પિટલમાં પ્રભુ સદ્દભાવના સેવા સમિતિના સભ્યોએ ઠંડી છાસ હજજારો લોકોને પીવડાવી તેમની આંતરડી ઠારી હતી નોંધનીય છે કે જસદણમાં ઘણાં લોકો જેમાં ખાસ કરીને ઉધોગપતિઓ ડોકટર એવી સેવા ભાવનાને વરેલા છે કે પોતાનો ફોટો તો ઠીક પણ પોતાનું નામ જાહેર થાય તે પણ એમને ગમતું નથી અને પોતે એવું માને છે કે સારા કામો માનવતાના નાતા પર જ થવા જોઈએ જેની ખબર માત્ર ને માત્ર સર્જનહારને જ થવી જોઇએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.