સાડીની ફ્રી લાઇબ્રેરી, તહેવારમાં બહેનો નવી સાડી લઇ જઇ શકશે - At This Time

સાડીની ફ્રી લાઇબ્રેરી, તહેવારમાં બહેનો નવી સાડી લઇ જઇ શકશે


સર્જન અને અનમોલ ફાઉન્ડેશનનું રાષ્ટ્રીય શાળામાં આયોજન

રાજકોટની જરૂરિયાતમંદ બહેનો માટે પ્રસંગોપાત પહેરી શકાય તે માટે શનિવારે રાષ્ટ્રીયશાળાના મધ્યસ્થ હોલમાં સાંજે 4 કલાકે સાડી લાઇબ્રેરીનું પ્રદર્શન યોજાશે. અા કાર્યમાં સર્જન અને અનમોલ ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો છે.

રાજકોટમાં જરૂરિયાતમંદ બહેનો માટે કોઇપણ નાતજાતના ભેદભાવ વગર સાડી લાઇબ્રેરી કલેક્શન સેન્ટર પર રૂબરૂ અાવી તેમની મનપસંદ સાડી લઇ જઇ શકે છે અને પ્રસંગ પૂર્ણ થયે બે દિવસમાં પરત અાપી જવાનું રહેશે. અા ફ્રી સાડી લાઇબ્રેરીનો ઉદ્દેશ માત્ર સેવાકીય પ્રવૃત્તિ કરવાની સાથે જરૂરિયાતમંદ બહેનોને મદદરૂપ થવા માટે બહેનોઅે ભેગા મળી નક્કી કરેલ છે. અા ઉપરાંત મહિલાઅોને ખોટા ખર્ચમાંથી દૂર રાખી પ્રસંગ સારી રીતે ઉજવી શકાય તેવો અાશય છે. નિ:શુલ્ક સાડી લેવા અાવનાર બહેનોઅે તેમનું અાધાર કાર્ડ તેમજ ડિપોઝિટ જમા કરાવવાની રહેશે. જે ડિપોઝિટ તથા અાધારકાર્ડ સાડી જમા થયા બાદ તેમને પરત અાપવામાં અાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image