પીપળી ૧૦૮ દ્વારા એમ્બ્યુલન્સ માં જ સફળ ડિલિવરી
પીપળી ૧૦૮ દ્વારા એમ્બ્યુલન્સ માં જ સફળ ડિલિવરી
આજે તારીખ ૨૨/૧૨/૨૦૨૪ ના રોજ પીપળી ગામમાં સેવનઓક સંગ્રિલા માં રહેતા મજૂરી કામ કરતા ભૂરીબેન નરપતભાઈ સિસોદિયા ઉંમર ૨૨ ને પ્રસવ પીડા ઉપડતા તેમના પતિ નરપત ભાઈ એ ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કરતા પીપળી ૧૦૮ પાઇલોટ રાહુલ ભાઈ કોલાદરા ઇએમટી નીતિનભાઈ ચૌહાણ તરત જ ઘટના સ્થળ જવા નીકળ્યા. જલ્દી ઘટના સ્થળ પર પહોંચી દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ જવા નીકળ્યા રસ્તામાં દર્દીને વધારે દુખાવો થતાં ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવી પડશે એવું જણતા દર્દી ની ડિલિવરી એમ્બ્યુલન્સ માં કરાવી અને માતા અને બાળક ને વધુ સારવાર માટે વટામણ સરકારી હોસ્પિટલમાં માં દાખલ કરવામાં આવ્યા હતા. નરપત ભાઇ અને તેના પરિવારે ૧૦૮ પરિવાર નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.