રાજકોટમાં એડિસ મચ્છરનો કહેર વધ્યો, ડેન્ગ્યુએ બેવડી સદી ફટકારી, સપ્તાહમાં શરદી-ઉધરસના પોણા ત્રણસો કેસ
ગુજરાતભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુએ બેવડી સદી ફટકારી છે. સપ્તાહમાં નવા 11 કેસ દાખલ થતા કુલ દર્દીનો આંકડો 235 થયો છે. ઉધરસના પણ પોણા ત્રણસો જેટલા દર્દી સત્તાવાર રીતે મનપાની આરોગ્ય શાખાના ચોપડા પર ચડયા છે.
આરોગ્ય શાખાએ આજે જાહેર કરેલી વિગતો મુજબ તા.21-11 થી તા.27-11 સુધીના અઠવાડિયામાં ડેન્ગ્યુના કુલ દર્દીઓની સંખ્યા 235 થઇ છે. તો ચીકનગુનીયાનો એક કેસ આવતા વર્ષના કુલ કેસનો આંકડો 26 પર પહોંચ્યો છે. મેલેરીયાના કોઇ નવા કેસ સપ્તાહમાં નોંધાયા નથી.રાજકોટ શહેરમાં એડિસ મચ્છરોનો કહેર ઠંડી પડવાનું શરૂ થયું હોવા છતા ઓછો થતો નથી.જ્યારે શરદી, તાવ, ઉધરસ અને ઝાળા-ઉલ્ટીના 279 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગે ફોગીંગ અને પોરાનાશક સહિતની ડોર ટુ ડોર કામગીરી વધુ તેજ બનાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.