શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગારની સાથે કેરીનો મહાઅન્નકૂટ ધરાવાયો - At This Time

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગારની સાથે કેરીનો મહાઅન્નકૂટ ધરાવાયો


સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 22-04-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગારની સાથે મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો ભવ્ય અન્નકુટ કરાયો છે આજે સવારે શણગાર આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા કરવામાં આવી હતી જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી આજે દાદાને કરાયેલાં શણગાર વિશે વાત કરતાં પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે, “આજે દાદાને 2400 કિલો મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો મહાઅન્નકૂટ ધરાવાયો છે કેરીના અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા મહારાષ્ટ્રથી કુલ 120 કિલો રત્નાગીરી કેરી આવી હતી. આ રત્નાગીરી કેરીના એક બોક્સમાં સાડા ચાર કે, પાંચ ડઝન કેરી છે આ કેરી ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.”

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.