ફાગવેલ માં ક્ષત્રિય સમાજ દ્વારા 51ફુટ ની ધજા ચઢાવવામાં આવી.
શૌર્ય ધામ ફાગવેલ ની આગેવાની હેઠળ ફાગવેલ ભાથીજી મહારાજ મંદિર ખાતે 51 ફુટ ની ધજા સાથે 51 શ્રી ફળ અર્પણ કરવામાં આવ્યા.
સમગ્ર ક્ષત્રિય સમાજ ની આસ્થાનું કેન્દ્ર એટલે ફાગવેલ ધામ
ક્ષત્રિય સમાજ દ્વારા ફાગવેલ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ના મંદિરે 51 ફૂટ ની ધજા ચઢાવવા મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા અને અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સાથે સૌ આગેવાનો અને યુવાનો સાથે દેવ ચોકડી થી ડીજે સાથે બાલાસિનોર ક્ષત્રિય વીર ભાથીજી સર્કલ પર ભેગા મળી તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા રેલી સ્વરૂપ ફાગવેલ શૌર્યધામ ફાગવેલ સ્થાને થી ચાલતા ધજા સાથે ફાગવેલ મંદિરે પહોંચ્યા હતા. જેમાં બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, લુણાવાડા ના પૂર્વ ધારાસભ્ય કાલુભાઈ માલીવાડ તેમજ શૌર્યધામ ફાગવેલ ગુજરાત અધ્યક્ષ ભારતસિંહ શોર્યધામના ટ્રસ્ટી ઉદેસિંહ કે ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઉદેસિહ ચૌહાણ અજમેલ સિંહ પરમાર સાથે સૌ ટ્રસ્ટીઓ . તેમજ સરપંચો તાલુકા પંચાયત સદસ્યો પૂર્વ સરપંચશ્રીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
