બ્રેકીંગ અપડેટ ગારીયાધાર મા એસીબી ની સફળ ટ્રેપ ગારીયાધાર તાલુકાના પચ્છે ગામના ઉપ સરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાયાં - At This Time

બ્રેકીંગ અપડેટ ગારીયાધાર મા એસીબી ની સફળ ટ્રેપ ગારીયાધાર તાલુકાના પચ્છે ગામના ઉપ સરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાયાં


એ.સી.બી.સફળ ટ્રેપ

ફરીયાદીઃ- એક જાગુત નાગરીક

આરોપીઃ- ખીમજીભાઇ કાળુભાઇ વાળા, હોદ્દો - ઉપસરપંચ ગામ પચ્છેગામ, તા.ગારીયાધાર, જી.ભાવનગર

લાંચની માંગણી રકમઃ- ૯૬,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમઃ- ૯૬,૦૦૦/-

લાંચની રીક્વરીની રકમઃ- ૯૬,૦૦૦/-

ગુન્હો બન્યા તારીખઃ- ૧૮/૧૧/૨૦૨૩

ગુન્હાનું સ્થળઃ- તાલુકા સેવા સદનની સામે, દાતાર આઇસ્ક્રીમ એન્ડ ફાસ્ટફ્રુડ,ગારીયાધાર

ગુન્હાની ટુંક વિગતઃ-
આ કામના ફરીયાદીનાઓને પચ્છેગામ ગ્રામ પંચાયતની હદમાં PMKSY IWMP-25 રૂપાવટી પ્રોજેકટ યોજના હેઠળ વોટરશેડના કામો ઇ-ટેન્ડર દ્રારા કુલ રૂા.૧૫,૪૪,૦૦૦/- ના કામનો વર્ક ઓર્ડર મળેલ હોય, જે કામોમા ફરીયાદીશ્રીને પચ્છેગામના આક્ષેપીત ઉપસરપંચશ્રીએ જણાવેલ કે ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો મારા કહ્યા મુજબ કામ કરે છે અને જો તમે મારા કહયા મુજબ નહી કરો તો તમારા કામોમા ગેરરીતી થાય છે તેમજ વ્યસ્થિત રીતે કામ થતુ નથી તેવા ખોટા વાંધાઓ ઉભા કરી તમારા વિરૂધ્ધ ઠરાવ પસાર કરાવી તમારુ કામ બંધ કરાવી દઇશ અને જો તમારે આ પચ્છેગામના સીમાડામાં કામ કરવુ હોય તો તમારે કામના બદલામાં રૂા.૩,૦૦,૦૦૦/- લાંચ પેટે આપવા પડશે તે રીતે લાંચની રકમની માંગણી કરી અગાઉ રૂા.૭૫,૦૦૦/- લાંચ પેટે મેળવી લીધેલ.ત્યારબાદ બાકીની લાંચની રકમની માંગણી આરોપી ફરીયાદીશ્રી પાસે અવાર નવાર કરતા હોય. જેથી આ કામના ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીશ્રીએ એ.સી.બી નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ નં.૧ ની હાજરીમા લાંચની રકમ રૂ.૯૬,૦૦૦/- સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કર્યા વિગેરે બાબતે.

ટ્રેપ કરનાર અધિકારીઃ-
શ્રી આર.ડી.સગર, ઇ.ચા.પો.ઇ
ભાવનગર એ.સી.બી.પો.સ્ટે તથા એ.સી.બી ટીમ

સુપરવિઝન અધિકારીઃ-
શ્રી બી.એલ.દેસાઇ
ઇ.ચા.મદદનીશ નિયામક એ.સી.બી ભાવનગર એકમ

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.