ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીલ્લા કક્ષાની ટપાલ ટીકીટોનું પ્રદર્શન “ભાવપેક્ષ – ૨૦૨૩” તા. 26 અને 27 ઓકટોબરના યોજાશે
એ કિંગ ઓફ હોબી એન્ડ હોબી ઓફ કિંગ – શોખ નો રાજા અને રાજાઓનો શોખ
ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીલ્લા કક્ષાની ટપાલ ટીકીટોનું પ્રદર્શન “ભાવપેક્ષ – ૨૦૨૩” તા. 26 અને 27 ઓકટોબરના યોજાશે
ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીલ્લા કક્ષાની ટપાલ ટીકીટોનું પ્રદર્શન “ભાવપેક્ષ – ૨૦૨૩” (BHAVPEX–2023) તા.૨૬/૧૦/૨૦૨૩ અને તા.૨૭/૧૦/૨૦૨૩ નાં રોજ શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી એન્ડ સિટી મ્યુઝિયમ, સરદાર નગર ખાતે યોજવામાં આવશે. જેમાં ભાવનગર પોસ્ટલ ડીવીઝન અને શહેરમાં રહેતા અગ્રીમ ટપાલ ટીકીટ સંગ્રાહકો પોતાનો અલભ્ય સંગ્રહ આ પ્રદર્શનમાં રજુ કરશે.
આ અગાઉ ૧૬ વર્ષ પહેલા એટલે કે વર્ષ – ૨૦૦૬ માં આવું “ભાવપેક્ષ – ૨૦૦૬” નું આયોજન કરવામાં આવેલ હતું. જેથી ૧૬ વર્ષનાં લાંબા સમયગાળા પછી ભાવનગર જીલ્લા અને શહેરમાં રહેતા નાગરિકોને ટપાલ ટીકીટોનો અલભ્ય સંગ્રહ નિહાળવાનો ફરીથી લાભ મળશે.
ટપાલ ટીકીટોનું પ્રદર્શન જોવું એ જીવનનો અમૂલ્ય લ્હાવો છે. જેમાં વિવિધ વિષયો પરની અલભ્ય ટીકીટોનો સંગ્રહ એ ઇતિહાસનો બોલતો દસ્તાવેજ છે. ભાવનગર શહેરને આ જીલ્લા કક્ષાનું ટપાલ ટીકીટોનું પ્રદર્શન – “ભાવપેક્ષ – ૨૦૨૩” કેન્દ્ર સરકારનાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા યજમાન બનવાનો મોકો મળ્યો છે જે આપણ શહેર અને જીલ્લા માટે ખુબ જ ગૌરવની વાત છે. તમામ શહેરીજનોને તથા ખાસ કરીને અભ્યાસ કરતા બાળકોને સાથે રાખીને આ પ્રદર્શન નિહાળવા પધારે તેવું અધિક્ષક ડાકઘર, ભાવનગર વિભાગ, ભાવનગર તરફથી હાર્દિક આમંત્રણ છે.
આ બે દિવસીય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર યાદવ, નાયબ વન સંરક્ષકશ્રી સાદિક મુંજાવર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ સહિતનાં અધિકારીશ્રીઓનાં અધ્યક્ષસ્થાને યોજાનાર છે.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.