ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ગામે આર્મી અગ્નિવિર જવાનની ટ્રેનિંગ પૂરી થતાં સમસ્ત બોડીદર ગામ આયોજિત ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કર્યું ફુલહારથી સ્વાગત - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ગામે આર્મી અગ્નિવિર જવાનની ટ્રેનિંગ પૂરી થતાં સમસ્ત બોડીદર ગામ આયોજિત ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કર્યું ફુલહારથી સ્વાગત


તા:6 ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ગામે આર્મીમેન અગ્નિવીર જવાન કાર્તિકુમાર કરસનભાઈ વાળાની ટ્રેનિંગ પૂરી થતાં સમસ્ત ગામ આયોજિત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનાં ભાગરૂપે અનેક આગેવાનો તેમજ અન્ય ગામનાં તમામ સરકારી કર્મચારીઓ યુવાનો ભાઈઓ બહેનો જોડાયા હતાં અને બહોળી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ રેલીની શુભ શરૂઆત શ્રી રામદેવપીર મહારાજનાં મંદિરથી રામ મંદિર થઈ અને એક એક ગલીમાં બોડીદર ગામમાં ડીજેનાં તાલે આર્મીમેન અગ્નિવીર જવાનનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં રામજી મંદિરે અગ્નિવીર જવાન વાળા કાર્તિક કુમાર કરસનભાઈ મંદિરમાં દર્શન કરીને શ્રી રામચંદ્ર ભગવાનનાં આશીર્વાદ લીધા હતાં તેમજ ધન્યતા પ્રાપ્ત કરી હતી ત્યારબાદ આ રેલી ઘર સુધી પુર્ણ કરી હતી અને વાળા પરીવારનું બોડીદર ઞામનુ ગૌરવ વધાર્યું પરિવારનું ગૌરવ વધાર્યું હોય આ ખુશીમાં અનેક યુવાનો અનેક સરકારી નોકરીઓમાં વધુ જોડાય અને વધું માં વધું બોડીદર ગામનું ઞૌરવ વધારે એવી લાગણી ભાવનાં સાથે પરીવાર ઞામનાં વડિલોએ આશીર્વાદ આપ્યાં હતાં

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ઞીર ઞઢડા ગીર સોમનાથ8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.