વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટનું કરૂણા અભિયાન – ૨૦૨૫ : ૭ પક્ષીઓનું સફળ રેસ્ક્યુ
વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટનું કરૂણા અભિયાન - ૨૦૨૫ : ૭ પક્ષીઓનું સફળ રેસ્ક્યુ
અમરેલીમાં વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા કરુણા અભિયાન ૨૦૨૫ અંતર્ગત વન વિભાગ અને પશુપાલન વિભાગના સહયોગથી પક્ષી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૭ પક્ષીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. આ અભિયાનની સફળતા માટે વન વિભાગના આર.એફ.ઓ. જે.એસ. ખાખસ અને પશુપાલન વિભાગના ડી.એચ.ઓ. કુનડિયા સહિતની ટીમે રેસ્ક્યુ સ્ટોલની મુલાકાત લીધી હતી. ટ્રસ્ટના કરુણા અભિયાનના સંયોજક તેજસ નિમાવત, આદિત્યભાઈ અને ડેનિશભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. અમરેલી શહેરના જીવદયા પ્રેમીઓએ પણ આ અભિયાનને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે
