શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વરની 28 મી વાર્ષિક સાધારણ સભા યોજાય હતી - At This Time

શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વરની 28 મી વાર્ષિક સાધારણ સભા યોજાય હતી


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ

અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની 28મી વાર્ષિક સાધારણ સભા સરદાર ભવન ખાતે યોજાઇ હતી.
સાધારણ સભાનું પ્રમુખ સ્થાન હસમુખ દુધાતને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે પ્રમુખ સ્થાનેથી સમાજ ઉપયોગી કરેલા કાર્યો અને સમાજ જોગ સંદેશ તેમજ આવનાર સમયમાં કરવામાં આવનાર સમાજના વિવિધ ઉત્થાનના કાર્યોની માહિતી આપી હતી તેમજ સમાજને આઈકોનીક બનાવવાની નેમ રાખી છે . સેક્રેટરી દિનેશ ખુંટ એ ગતવર્ષની વાર્ષિક સાધારણ સભાની મિનિટ્સો સભા સમક્ષ મૂકી બહાલી લીધી હતી.આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રેશભાઈ દેવાણીને આદરપૂર્વક ફરીથી સમાવામાં આવ્યા હતા.
એજ્યુકેશન કમિટીના પ્રોજેક્ટ ચેરમેન પ્રફુલ ગજેરાએ વાર્ષિક ઇનામ વિતરણ માટેની ગાઈડલાઈન અને તેના નિયમો તેમજ વર્ષ દરમિયાન કરેલ કાર્યો રજૂ કર્યા હતા. સાંસ્કૃતિક કમિટીના ચેરમેન અતુલ પટેલે તેમની કમિટીનો ચિતાર રજૂ કર્યો હતો જેમાં જન્માષ્ટમીમાં બે વર્લ્ડ રેકોર્ડ શ્રીકૃષ્ણ ભગવાનનો વિશ્વનો સૌથી મોટો ઝુલો અને આ ઝુલામાં 91 મિનિટમાં 451 કાનુડા ઝુલાવીને સમાજને રેકોર્ડ અર્પણ કર્યા હતા. દિવાળી સ્નેહ મિલન, ડાયરો અને SPL -3 ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરી સમાજમાં રજૂ કર્યું હતું. નિસર્ગ માવાણીએ ડિજિટલ કમિટીનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ખજાનચી રાજેશ નાકરાણીએ 2023-24ના વર્ષના હિસાબો રજૂ કરી મંજૂરી મેળવી હતી. ત્યારબાદ સમાજ ભવન બુકિંગની માહિતી સી.કે.જીયાણી અને બાંધકામ કમિટીના હસમુખ કોઠિયાએ ગત વર્ષે સરદારભવનમાં કરેલ નીવિનીકરણના કાર્યો સભ્યો સમક્ષ મૂક્યા હતા.
પ્રસંગને અનુરૂપ લેઉવા પટેલ સમાજના અને એઆઈએમાં બિનહરીફ પ્રમુખ બનેલા હિંમત સેલડિયા, ઉપપ્રમુખ હસમુખ દુધાત અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અંક્લેશ્વરના નવનિયુક્ત પ્રમુખ રાજેશ દુધાત અને વાઈસ ચેરમેન વાસુ ગજેરાનું સન્માન કરવામાં આવ્યું હતું.છેલ્લે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ રાષ્ટ્રગાન કરી 28 મી વાર્ષિક સાધારણ સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.વાર્ષિક સાધારણ સભામાં ટ્રસ્ટીગણ,સભાસદો હાજર રહી સમાજને ઉચ્ચ સ્થાને લઈ જવા એકજૂટ થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image