પોલીસે પ્રજા નો ભય દૂર કરવો જોઈ એ ધારાસભ્ય અને સાંસદ સભ્ય શહેર ભાજપ પ્રમુખ આ પીડિત પરિવાર ને ન્યાય અપાવશે ? દામનગર જાહેર રોડ ઉપર એકજ દિવસ માં અલગ અલગ સ્થળો એ ભાજપ ના દબંગ નેતા એ શ્રમિક ને મરણતોલ માર માર્યો હિન્દી ફિલ્મી દ્રશ્યો જેમ જાહેર રોડ ઉપર પાઈપો સાથે ફરતા ઈસમો નો દામનગર પોલીસ વરઘોડો કાઢશે ? સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર મકાનો પાલિકા પ્રમુખ ની મહેરબાની વગર આકારણી રજી એ કેમ ચડે ? પાલિકા કચેરી ના સીસી ટીવી ચેક કરાય તો અનિષ્ઠ પ્રવૃત્તિ નો અડ્ડા સામે આવે
પોલીસે પ્રજા નો ભય દૂર કરવો જોઈ એ
ધારાસભ્ય અને સાંસદ સભ્ય શહેર ભાજપ પ્રમુખ આ પીડિત પરિવાર ને ન્યાય અપાવશે ?
દામનગર જાહેર રોડ ઉપર એકજ દિવસ માં અલગ અલગ સ્થળો એ ભાજપ ના દબંગ નેતા એ શ્રમિક ને મરણતોલ માર માર્યો
હિન્દી ફિલ્મી દ્રશ્યો જેમ જાહેર રોડ ઉપર પાઈપો સાથે ફરતા ઈસમો નો દામનગર પોલીસ વરઘોડો કાઢશે ?
સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર મકાનો પાલિકા પ્રમુખ ની મહેરબાની વગર આકારણી રજી એ કેમ ચડે ?
પાલિકા કચેરી ના સીસી ટીવી ચેક કરાય તો અનિષ્ઠ પ્રવૃત્તિ નો અડ્ડા સામે આવે
દામનગર શહેર નાં ભાજપ નેતા ઓને પ્રજા નાં જીવ કરતા પાર્ટી ની શાખ બચાવવા માં રસ
દામનગર શહેર નાં સામાન્ય
હીરાધસુ વિનુભાઈ કુકવાયા ને આંખે દેખાવા નું ઓછું થતા છૂટક મજૂરી કરતા આધેડ ને મરણ તોલ માર મારી આજીવન કામ ન કરી શકે તેવી હાલત કરનાર વર્તમાન ભાજપ નાં નેતા ને બચાવવા સમગ્ર શહેર નાં નેતા ઓ નેતી ઓ મોની બાબા કેમ બની ગયા ? પ્રજા કરતા પાર્ટી ને મહત્વ આપતા નેતા ઓ પ્રજા છે તો પાર્ટી હશે દામનગર માં કોણ દેશી દારૂ કોણ અંગ્રેજી દારૂ વેચે છે તે નથી જાણતા ? પાર્ટી નાં કાર્યકરો નેતા નાં વેપાર સામે મોની બાબા બની જતા નેતા ઓ
આ ઇજા ગ્રસ્ત વ્યક્તિ અમરેલી સિવિલ નાં બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે કદાચ બચી જશે તો પણ આજીવન કોઈ કામ નહિ કરી શકે પાર્ટી ની શાખા બચાવનાર નેતા ઓની સ્વેદનાં ક્યાં મરી ગઇ ? ગરીબ મજૂર નાં જીવન ની કોઈ કીમત નથી આરોપી ને બચાવવા ધમપચડા કરતા નેતા ઓ જાણી લે તમારો પાળેલ સાપ તમને જ ડંખી જશે
ભયંકર ઇજા ગ્રસ્ત પીડિત ગરીબ છે ઓળખાણ નથી રાજકીય પીઠબળ એટલે એમ નહિ સમજતા કુદરત ની લાઠી માં અવાજ નથી આખી સોસાયટી સરકારી જમીન માં ખડકી દારૂ નો વેપાર કરતાં આરોપી ની અતુલ દલોલિયા સહિત ટોળી એ એકજ દિવસ માં બે અલગ અલગ જગ્યા એ કુકવાયા પરિવાર ના સભ્યો ને ગોતી ગોતી ને જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા ઓ કરી તેમ છતાં સ્થાનિક પોલીસ ફરિયાદી સાથે કેમ ગેરવર્તન કર્યું ?પોલીસ માટે દુજણી ગાય બની ગયેલ અતુલ દલોલીયા નો વરઘોડો કાઢી પોતા ની ફરજ બતાવેશે ? જાહેર માં ભય ફેલાવતા આ ઇસમ પાલિકા કચેરી માં સતત પડ્યા રહેતા આ આરોપી ને બચાવવા ક્યાં ક્યાં નેતા ઓએ ભલામણ કરી ? અસ્થિ ભગ ગભીર ઇજા કાયમી વિકલાંગતા સાથે લાચાર બનેલ વ્યક્તિ ના કુટુંબ પરિવાર ની દામનગર માં ક્યારેય કોઈ ફરિયાદ રંજાડ ખરી ? દામનગર ભાજપ નાં નેતા ઓએ પોતા નાં અંતર આત્મા ઉપર હાથ મૂકી આ સવાલ પોતા ની જાત ને પૂછવા
૧ પોલીસ સ્ટેશન નાં બે ગ્રાઉન્ડ માં વિડિયો બનાવી ભય ફેલાતો નો પ્રયાસ નથી ?
૨ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર વસાહત ઊભી કરવી લેન્ડ ગ્રેબિગ નથી ?
૩ ભગિની સંસ્થા નાં હોદેદારો અગ્રેજી દારૂ પીતો વિડિયો એ ઔચિત્ય વિરૂદ્ધ નથી ?
૪.પાલિકા કચેરી માં પ્રમુખ ની ચેમ્બર માં એસી ચાલુ કરી આરામ કરવાનો પરવાનો કોણે આપ્યો ? ૫.દારૂ ની ડિલિવરી કરવી એ શિષ્ટાચાર વાળો વેપાર છે ? ૬ ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ ઇજા જાહેર રસ્તા ઉપર એક મજુર ને કરવી એ ગુનો નથી ? ૭.આ અનિષ્ટ પ્રવૃત્તિ થી દામનગર ભાજપ નાં નેતા ઓ નેતિ ઓ અજાણ છે ?
શરમ કરો શરમ બેશરમી ની હદ વટાવી રહ્યા છો અનેક પ્રકાર ની અનિષ્ટ પ્રવૃત્તિ કરતા અતુલ દલોલિયા નામક વ્યક્તિ દેશી દારૂ ના વેપાર ની શરૂઆત કરી પછી અંગ્રેજી દારૂ સુધી ધંધો વિસ્તારી દામનગર ના ત્રણ વિસ્તારો માં મકાન ધરાવતા આ વ્યક્તિ ના પત્ની પાલિકા માં ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલ છે રાજકીય પીઠબળ ધરાવતા અતુલ દલોલિયા સારી મોકા ની સરકારી જમીન ઉપર બાંધકામ માટે ખૂબ જાણીતા છે પીડિત વિનુભાઈ ભીખાભાઈ કુકવાયા કદાચ બચી જશે તો પણ આજીવન કોઈ કામ કરી શકશે નહીં તાજેતર માં સુરત ખાતે કાપોદ્રા માં બનેલ બનાવ જેવી જ ઘટના ને જાહેર રોડ ઉપર અંજામ આપતા અતુલ દલોલિયા વિરુદ્ધ પોલીસ પણ ફરિયાદી ને બેફામ ગાળાગાળી કરી ફરિયાદી ના કહ્યા મુજબ ફરિયાદ નહિ લખી સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી અતુલ ને સહિત અન્ય બે આરોપી ઓને બચાવવા પોલીસે ખુલ્લી મદદ કરી છે આ બનાવ માં ત્રણ થી આરોપી હોવા છતાં માત્ર બે નામો થી જ ફરિયાદ નોંધી રસ્તે નીકળતા રાહદારી ઓને જતા રહેવા ખુલ્લી ધમકી આપી બનાવ વાળા સ્થળે સી સી ટીવી કેમેરા નું ખાનગી મકાન માં રાખેલ ડીવી આર આ ઈસમો લઈ જતા રહ્યા છેલ્લા ઘણા સમય થી દામનગર માં ભય નો માહોલ ઉભો કરનાર અતુલ દલોલિયા દારૂ નો વેપારી હોવા થી સ્થાનિક પોલીસ માં દબદબો જગ જાહેર છે ઉપર થી નગરપાલિકા ના ઉપ પ્રમુખ તેમના પત્ની હોવા થી રાજકીય ભલામણ હેઠળ પોલીસ કામ કરી રહી છે મરણતોલ ઇજા છતાં સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે સબ સલામત હોવા નું રેકર્ડ તો ઉભું કર્યું પણ સમગ્ર શહેર માં દરેક સમાજ માં આ બનાવ ને ભારે નારાજગી છે રાજ્ય ના ગૃહ મંત્રી હાકલા પડકારા કરે છે કોઈ સમર બંધી ને છોડવા માં નહિ પણ પહેલા પકડો તો ખરા આ બનાવ ને ૧૦ દિવસ થવા છતાં પોલીસ એક પણ આરોપી ને પકડી શકી નથી
આ વ્યક્તિ ના ત્રણ જગ્યા એ અસંખ્ય ગેરકાયદેસર મકાનો છે તે રેકર્ડ માં કેવી રીતે ચડ્યા ? અંગ્રેજી દારૂ નો વેપાર છડેચોક સગીરો મારફતે કરાવાય છે અનેક સવાલ ઉભા કરતા આ બનાવ માં કાયદો કાયદા નું કામ કેમ નથી કરતો ગંભીર જીવલેણ ઇજા ઓ જીવન મરણ વચ્ચે જોલા ખાતા વિનુ કુકવાયા અને અન્ય ઇજા ગ્રસ્તો અમરેલી સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે ત્યારે સ્વેદન શીલ સરકાર ની સંવેદના ક્યાં ગઈ ? સ્થાનિક ભાજપ નેતા ઓ આરોપી ને ખુલ્લી મદદ કરી પ્રજા ના જીવ કરતા પાર્ટી ની શાખ બચાવવા પ્રત્યનશીલ છે ત્યારે આ ગરીબ પીડિત પરિવાર ને ન્યાય મળશે ખરો ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
