આજે પ્લાસ્ટિક સામે પ્રતિકાર કરીએઃ સિહોર ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સેમિનાર યોજાયો
આજે સિહોર ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પ્લાસ્ટિક સામે પ્રતિકાર કરીએ તે વિષય ઉપર
સેમિનારનું આયોજન કરાયું હતું. ગુજરાત
ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન
અને સિહોર શ્રીમતી જે.જે.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના
સંયુક્ત ઉપક્રમે પ્લાસ્ટિક સામે પ્રતિકાર કરીએ વિષય
ઉપર ધોરણ 9 અને 11 ની બહેનોને સેમીનાર યોજાયો
હતો જે સેમિનારમાં ધોરણ 9 અને 11 ની 700
ઉપરાંત વિધાથીનીઓએ ભાગ લીધો લીધો હતો.
ઉપસ્થિત જુદા જુદા વક્તાઓ દ્રારા અને ખાસ કરી
પ્રાસંગિક પ્રવચન રાજેશભાઈ પરમાર દ્રારા તેમજ
પ્લાસ્ટિક પ્રદુષણ ઉપર આરતીબેન ઉપાધ્યાયે,
પ્લાસ્ટિક કચરાનો ફેર વપરાશ ઉપર મલયભાઈ
રામાનુજે વ્યક્તવ્ય આપ્યું. 60 જેટલા ઉદ્દેશો દ્રારા
પ્લાસ્ટિક વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધાઓ સાથે
યોજાય હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૃષ્ટિબેન
દ્રારા કરવામાં આવ્યું હતું. પ્રોજેકટનુ માર્ગદર્શન
આચાર્ય શ્રી દિલીપભાઈ ડાંગરે આપેલ. સમગ્ર
કાયક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે
જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.