ગ્રુમ જાણવા જોગના કામે છેલ્લા ત્રણ માસ આગાઉ ગુમ થનાર યુવતીને શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ - At This Time

ગ્રુમ જાણવા જોગના કામે છેલ્લા ત્રણ માસ આગાઉ ગુમ થનાર યુવતીને શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ


બાલાસિનોર
મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા માટે તા.૧૬/૦૮/૨૦૨૪ થી તા.૩૧/૦૮/૨૦૨૪ સુધીનુ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને ના.પો.અધિ.સા.શ્રી કમલેશ વસાવા સાહેબ નાઓના માર્ગ દર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર નાઓની સુચના હેઠળ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.તે દરમ્યાન ટેકનીલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ થી પોલીસ ઇન્સપેક્ટર એ.બી.દેવધા નાઓને હકીકત મળેલ કે,બાલાસિનોર તાલુકા પો.સ્ટે. જા.જો.નં.૧૧/૨૦૨૪ તા.૦૯/૦૫/૨૦૨૪ ના કામે ગુમ થનાર તેજલબેન ડો/ઓ ચંદાભાઇ ચતુરભાઈ ગોહીલ રહે.ગુથલી તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓ છેલ્લા ત્રણેક માસથી ગુમ થયેલ હોય જેથી ટેકનીલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ આધારે સદર ગુમ થનારની તપાસ કરતા તેઓ હાલ ગાંધીનગર જીલ્લાના ઉવારસદ ખાતે રહેતી હોવાની ચોક્કસ માહિતી આધારે સદર જગ્યાએ તપાસ કરતા ગુમ થનાર યુવતી મળી આવેલ હોય જે ગુમ થનારને શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image