રાજકોટ મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે “ટી.બી.નાબૂદી અભિયાન”.
રાજકોટ શહેર તા.૭/૧૨/૨૦૨૪ ના રોજ ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અધિસુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે “ટી.બી. નાબૂદી અભિયાન” અન્વયે “૧૦૦ દિવસ સઘન ઝુંબેશ” શુભારંભ કાર્યક્રમ આજ તા.૭/૧૨/૨૦૨૪, શનિવારના રોજ બપોરે ૧૨ કલાકે પેડક રોડ ખાતે આવેલ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા તથા જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી ઉપસ્થિત રહેલ. “ટી.બી. નાબૂદી અભિયાન” અન્વયે “૧૦૦ દિવસ સઘન ઝુંબેશ” કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી જે.પી.નડાની ઉપસ્થિતિમાં મુખ્ય શુભારંભ કાર્યક્રમ હરિયાણા ખાતે યોજાયો. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા “ટી.બી. નાબૂદી અભિયાન” અન્વયે ૧૦૦ દિવસ સઘન ઝુંબેશ ચલાવવાની અધિસુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આજ તા.૭/૧૨/૨૦૨૪, શનિવારના રોજ બપોરે ૧૨ કલાકે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે “ટી.બી. નાબૂદી અભિયાન” અન્વયે ૧૦૦ દિવસ સઘન ઝુંબેશ શુભારંભ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યુ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા તથા જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી ઉપસ્થિત રહ્યા હતા. “ટી.બી. નાબૂદી અભિયાન” અન્વયે “૧૦૦ દિવસ સઘન ઝુંબેશ” કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી જે.પી.નડાની ઉપસ્થિતિમાં મુખ્ય શુભારંભ કાર્યક્રમ હરિયાણા ખાતે યોજાયો. જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવેલ. ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય ન્યુ દિલ્હી દેશમાંથી ટી.બી. રોગને નાબૂદ કરવા માટે પ્રતિબધ્ધ છે. જેના ભાગ રૂપે આજરોજ તા.૭ ડીસેમ્બર ૨૦૨૪ના ભારત દેશમાં કુલ ૩૪૭ જીલ્લાઓમાં “૧૦૦ દિવસની સઘન ટીબી નુર્મૂલન ઝુંબેશ” શરૂ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજયના કુલ ૧૬ જીલ્લાઓ અને ૪ કોર્પોરેશનનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં, રાજકોટ જીલ્લો અને રાજકોટ મહાનગરપાલિકાનો સમાવેશ કરેલ છે. સદર ઝુંબેશ દરમિયાન ટી.બી. સંવેદનશીલ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈ, ટી.બી.રોગ વિષે લોકોને માહીતગાર કરશે અને ટી.બી.રોગનું સ્ક્રીનીંગ કરી, તેઓના ગળફાની લેબોરેટરી તપાસ અને જરૂરીયાત મુજબ છાતીના એક્સ-રે માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવા માટે સલાહ આપશે. આ ઝુંબેશમાં નવા શોધાયેલા ટી.બી.ના તમામ દર્દીઓને જરૂરી સારવારમાં “નિક્ષય પોષણ સહાય યોજના”નો લાભ આપવામાં આવશે તથા નિક્ષય મિત્ર દ્વારા ન્યૂટ્રીશન કીટ આપવામાં આવશે. આ સાથે નિદાન થયેલ ટી.બી.ના દર્દીઓના કુટુંબના તમામ સભ્યોનું ટી.બી. રોગ અંતર્ગત સ્ક્રીનીંગ કરી, ટી.બી. રોગ નેગેટીવ તમામ દર્દીઓને “ટી.બી. રોગ પ્રિ-વેન્ટીવ સારવાર“ આપવામાં આવનાર છે. આ શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલએ જણાવેલ કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત...આ સૂત્રને સાકાર કરવા આજથી ૧૦૦ દિવસ ટી.બી. નાબૂદ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. નરેન્દ્રભાઇ મોદી જે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે સ્વપ્ન સાકાર ક્યારે થાય? જ્યારે દેશ સ્વસ્થ હોય! સ્વચ્છતાની બાબતમાં દેશ આજે અવલ્લ નંબરે છે તેવી જ રીતે ટી.બી. નાબૂદ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ દિવસ સઘન ઝુંબેશ કરી ટી.બી. મુક્ત ભારત બનાવશે. આ અભિયાનમાં આપણે પણ સાથ સહકાર આપીએ. ટી.બી. એ મટી જાય તેવો રોગ છે. ભૂતકાળમાં શીતળાનો રોગ, પ્લેગનો રોગ વિરોધી રસી આપવામાં આવતી હતી. આજે આ રોગ લગભગ નાબૂદ થયેલ છે. કોઈપણ રોગ નાબૂદ ત્યારે થાય જ્યારે તંત્રની સાથે લોકોનો પણ સહકાર હોય. વહીવટીતંત્ર ૧૦૦ દિવસ દરમ્યાન ટી.બી.ના દર્દીને શોધી શોધીને તેની સારવાર કરશે જ, પણ તમે સૌ પણ પોતાની ફરજ નિભાવો. દેશ આ રોગ મુક્ત કરવા અથાગ કામગીરી કરશે. પ્રથમ જે ટી.બી.ના દર્દીને રૂ.૫૦૦ સહાય આપવામાં આવતી હતી તે કેન્દ્ર સરકારે રૂ.૧૦૦૦ કરી છે. આ ઝુંબેશમાં વહીવટીતંત્રની સાથે સૌ સાથ સહકાર આપો તેવી અપેક્ષા રાખું છું. નરેન્દ્રભાઇ મોદીનું જે સ્વપ્ન છે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત તે સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને આ ટી.બી. મુક્ત અભિયાનમાં કામગીરી કરીએ અને ખરા અર્થમાં ભારતને ટી.બી. મુક્ત બનાવીએ. આ શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી એ જણાવેલ કે, વડાપ્રધાન નું સ્વપ્ન ટી.બી. મુક્ત ભારત બનાવીએ. તાજેતરમાં જ રાજકોટ જિલ્લાની ૧૩૫ ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવી. તમામ ટી.બી. મુક્ત ગ્રામ પંચાયતને બિરદાવવામાં આવી. સૌ સાથે મળી રાજકોટ જિલ્લો અને શહેર ટી.બી. મુક્ત બનાવીએ. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે કે, દેશના દરેક નગરિકનું સ્વાસ્થ્ય સારું રહે અને તેના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળી ટી.બી. નાબૂદ અભિયાનમાં જોડાઈએ. આ શુભારંભ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, ગુજરાત સરકારની આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓ છે જેવી કે, રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, કસ્તુરબા પોષણ સહાય યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, જનની સુરક્ષા યોજના, રાષ્ટ્રીય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, મિશન બલમ્ સુખમ્ (ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન મિશન), આયુષ્માન ભારત યોજના-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બાળ સખા વગેરે યોજનાઓ છે. સરકારશ્રી દ્વારા આ યોજનાઓનો સીધો લાભ જાહેર જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આ યોજનાઓ થકી રાજ્યના લાખો લોકો લાભ લઈ રહ્યા છે. ભારત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટી.બી. રોગને નાબૂદ કરવા અભિયાન શરૂ કરેલ છે. આજથી દેશમાં કુલ ૩૪૭ જીલ્લાઓમાં “૧૦૦ દિવસની સઘન ટી.બી. નુર્મૂલન ઝુંબેશ” શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત રાજયના કુલ ૧૬ જીલ્લાઓ અને ૪ કોર્પોરેશનનો સમાવેશ કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લો અને રાજકોટ મહાનગરપાલિકાનો સમાવેશ કરેલ છે. આ ઝુંબેશમાં દરમિયાન ટી.બી. સંવેદનશીલ વિસ્તારમાં આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈ, ટી.બી. રોગ વિષે માહીતગાર કરશે અને ટી.બી. રોગનું સ્ક્રીનીંગ કરી, તેઓના ગળફાની લેબોરેટરી તપાસ અને છાતીના એક્સ-રે માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવા માટે સલાહ આપશે. આ ઝુંબેશમાં નવા શોધાયેલા ટી.બી.ના તમામ દર્દીઓને જરૂરી સારવારમાં નિક્ષય પોષણ સહાય યોજનાનો લાભ આપવામાં આવશે. નિક્ષય મિત્ર દ્વારા ન્યૂટ્રીશન કીટ આપવામાં આવશે. આ સાથે નિદાન થયેલ ટી.બી.ના દર્દીઓના કુટુંબના તમામ સભ્યોનું ટી.બી. રોગ અંતર્ગત સ્ક્રીનીંગ કરી, ટી.બી. રોગ નેગેટીવ તમામ દર્દીઓને “ટી.બી. રોગ પ્રિ-વેન્ટીવ સારવાર” આપવામાં આવનાર છે. “ટી.બી. નાબૂદી અભિયાન” અન્વયે ૧૦૦ દિવસ ચાલનાર સઘન ઝુંબેશમાં સહયોગ આપવા રાજકોટ શહેર તથા રાજકોટ જીલ્લાના નાગરીકોને ખાસ અપીલ અને આહવાન કરું છું. આ શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણે, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુંમર, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલિપભાઈ લુણાગરીયા, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા, સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશભાઈ જલુ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરા, હાર્દિક ગોહેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, આરોગ્ય અધિકારી ડૉ.જે.એલ.વકાણી, આર.સી.એચ.ઓ. ડૉ.લલિત વાંજા, જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી, રાજકોટ મહાનગરપાલિકાના તથા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા આરોગ્ય વિભાગના આશા વર્કરો ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ્દ હસ્તે કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમની રૂપરેખા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આપવામાં આવેલ. કાર્યક્રમમાં ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવોનું રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુંમર દ્વારા પુષ્પ અને ખાદીના રૂમાલ વડે સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યક્રમની આભારવિધિ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ કરેલ. કાર્યક્રમ દરમ્યાન WHOના પ્રતિનિધિ નિર્મલ પ્રજાપતિ દ્વારા ટી.બી. જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ્દ હસ્તે પોષણ કીટ અને સહાયના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમયોગી આરોગ્ય સંજીવની વ્હીકલને ઝંડી આપી શુભારંભ કરાવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.