તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત બે વર્ષ પહેલા પડી ગયેલ મોબાઇલ ફોન ના મુળ માલિક ને રાજુલા પોલીસે ટેકનીકલ સોર્સના માધ્યમ થી શોધી પરત - At This Time

તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત બે વર્ષ પહેલા પડી ગયેલ મોબાઇલ ફોન ના મુળ માલિક ને રાજુલા પોલીસે ટેકનીકલ સોર્સના માધ્યમ થી શોધી પરત


યોગેશ કાનાબાર
રાજુલા

તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત બે વર્ષ પહેલા પડી ગયેલ મોબાઇલ ફોન
ના મુળ માલિક ને રાજુલા પોલીસે ટેકનીકલ સોર્સના માધ્યમ થી શોધી પરત

આપતી રાજુલા પોલીસ ટીમ

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી, શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી મુળ માલિકોને પરત કરવા તથા "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવા સુચના આપેલ હોય જે અન્વયે મહે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગ દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.કોલાદરા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શથી રાજુલા પોલીસ સ્ટેશનમાં સ્ટેડા.નં.૦૭/૨૦૨૩ તા.૨૪/૦૪/૨૦૨૩ CRPC 41(1)D,102 મુજબ કબ્જે કરવામાં આવેલ મોબાઇલ ફોન જેમાં નો એક VIVO કંપનીનો Y-15C બ્લુ કલરની બોડીવાળો જેના IMEI-864004060260939 કિ.રૂ.૮,૦૦૦/- નો જે ટેકનિકલ સોર્સના માધ્યમ થી મુળ માલિક સાદુળભાઇ માત્રાભાઇ ચાંદુ રહે.આદસંગ તા.સાવરકુંડલા જી.અમરેલી વાળા ને શોધી મોબાઇલ ફોન બાબતે પુછતા જણાવેલ કે બે વર્ષ પહેલા સાવર કુંડલા ખરીદી કરવા ગયેલ અને ખરીદી કરી પરત ઘરે આવતા હતા તે સમયે સાવર કુંડલા બસ સ્ટેશન માંથી બસમાં ચડતા હતા તે દરમ્યાન ફોન ક્યાંક પડી ગયેલ નું જણાવતા આ મધ્યમ વર્ગના વ્યકિતને તેઓનો કિ.રૂ.૮,૦૦૦/-મોબાઇલ ફોન પરત આપી ખરા અર્થમાં "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરેલ છે.

→કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ

રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image