હિંમતનગર અને મોડાસાથી મતદાન માટે સાધન સામગ્રી સાથે કર્મીઓ ચૂંટણી ફરજ પર રવાના
ચૂંટણીલક્ષી સામગ્રીનું સરકારી પોલિટેકનિક હિંમતનગરથી સોમવારે સવારથી જ જુદા જુદા મતદાન મથકોએ રૂટ વાઈઝ સુરક્ષાકર્મીઓ અને ચૂંટણી સાથે સંકળાયેલા સ્ટાફને બસોમાં ઈ.વી.એમ, વી.વી.પેટ મત કુટીર બી.યુ. અને મતદાન અંગેની સંલગ્ન સામગ્રી સાથે રવાના કરાયા હતા. સાથે જ અલગ અલગ કાઉન્ટર પરથી ડિસ્પેચ કરાયું હતું.
મતદાન પૂર્ણ થયે આ જ જગ્યાએ રિસિવિંગ સેન્ટર ઉભા કરાયા છે. જે ઈ.વી.એમ પરત આવતા સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રખાશે અને મત ગણતરીના દિવસે કાઉન્ટિંગ હોલમાં લવાશે.હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 285754 મતદારો નોંધાયેલા છે. જે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન પૂર્ણ થયે આ સામગ્રી ફરી સરકારી પોલિટેકનિકમાં જમા કરવાની રહેશે. અરવલ્લી જિલ્લામાં સરકારી કોલેજથી ચૂંટણી ફરજ ઉપર નિયુક્ત કરાયેલા કર્મચારી અધિકારી ચૂંટણીને લગતી સાહિત્ય અને ઉપકરણ લઈને રવાના થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.