આતંકવાદી પ્રવૃત્તિની શંકાએ દરોડા , 6 પેઢીનું કરોડોનું GST નું કૌભાંડ પકડાયું .
શહેરમાંથી ગુજરાત ATS ના હુકમથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ( SOG ) એ 6 બોગસ પેઢીઓને શોધી ગુનો દાખલ કર્યો છે . જેમણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું મનાય છે . નકલી પેઢી બનાવી બોગસ બિલો દ્વારા જીએસટીની ઇનપુટ ક્રેડિટ મેળવવાના કૌભાંડની જાણકારી બાદ એટીએસે રાજ્યભરમાં તપાસ હાથ ધરી હતી . જેમાં સરકારને નુકસાન પહોચાડી નાણાં આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાતા હોવાની શંકા ઉપજી હતી . તપાસમાં વડોદરાની 6 બોગસ પેઢીના 7 સંચાલકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઇ છે . વડોદરાના જીએસટીના અધિકારીઓ કરવામાં આવેલ અન્વેષણમાં બહાર આવ્યું હતું કે , વડોદરા શહેરની કેટલીક ડમી પેઢીઓ જીએસટી નંબર મેળવી બોગસ બીલો બનાવી તેના આધારે સરકાર પાસેથી ખોટી રીતે ટેક્ષ ક્રેડિટ મેળવી રહી છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે . પોલીસને મળેલી સૂચનાના આધારે કરેલી તપાસમાં જીએસટી નંબર મેળવવા આપેલા દસ્તાવેજો , સરનામા , આધાર કાર્ડ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું અને નકલી કાગળોના આધારે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું . ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે નકલી દસ્તાવેજોનો જાણીને સાચા તરીકે ઉપયોગ કરવો , છેતરપિંડી , કાવતરું રચવું , ગેરકાયદેસર મંડળી સહિતની ફરિયાદો દાખલ કરી છે . આ પેઢી ઉપર તપાસ કરાઇ } મે . રફાઇ એન્ટરપ્રાઇઝ : મહંમદ અનીસ અકબરશા રફાઇ ( દુકાન નંબર 14 , મીના બજાર , મંગળબજાર , વડોદરા ) મે . અલ્ફાજ એન્ટરપ્રાઇઝ : અલ્ફાજ ઇદ્રીશભાઇ મકવાણા ( દુકાન નંબર 19 , અર્થ જૂના પાદરા રોડ વડોદરા ) મે . એ . એસ . ટ્રેડ : માલિક અકરમ સલીમભાઇ લોહિયા ( દુકાન નંબર 44 સી , સરસ્વતી કોમ્પલેક્ષ , પાટીદાર ક્રોસિંગ , માંજલપુર ) ચૌહાણ એન્ટરપ્રાઇઝ : ધવલ રમેશભાઇ ચૌહાણ ( દુકાન નંબર- એફ એફ / 4 , કુંજ પ્લાઝા , ઉપાસના સોસાયટી પાસે , છાણી જકાત નાકા , વડોદરા ) રિડોન એન્ટરપ્રાઇઝ : નીતિન ચીમનલાલ મકવાણા ( નૂતન મહેશ્વરી સોસાયટી , સુભાનપુરા ) આલ્ફા એન્ટરપ્રાઇઝ : માલિક આસીફ યુસુફભાઇ છીપા ( ભાંડવાડા રહેમતનગર , હરણી રોડ , વડોદરા ) , રજીસ્ટર કરનાર નિખીલ સુરેશભાઇ મિસ્ત્રી ( વેદાંત રેસિડેન્સી , વાઘોડિયા રોડ ) રૂપિયાની લાલચ આપીને આલ્ફા એન્ટરપ્રાઇઝ ખોલી રહેમતનગર ભાંડવાડામાં આલ્ફા એન્ટરપ્રાઇઝના સરનામે તપાસમાં જાણવા મળ્યું કે પેઢીના માલિક આસીફ યુસુફભાઇ છીપાએ મિત્ર નિખીલ સુરેશભાઇ મિસ્ત્રી ( રહે . વેદાંત રેસિડેન્સી , વાઘોડિયા રોડ ) ના કહેવાથી બોગસ પેઢી ખોલી નિખીલે આસીફના દસ્તાવેજ લઇ વ્યવસાય વિના ટેક્સ ક્રેડિટ મેળવી હતી . ચશ્માં , રમકડાં , ફરસાણની દુકાનોમાં કરોડોનું ટર્નઓવર SOG દ્વારા તપાસ કરતા ક્યાંય બાળકોના રમકડા કપડાની દુકાન , ચશ્માની દુકાન , ફરસાણ માર્ટ કે કોઇના ઘર ના હતા . દુકાનદારો અને મકાન માલિકોના દસ્તાવેજોનો તેમની જાણ બહાર ઉપયોગ થયાનું જણાયું હતું . દસ્તાવેજ નકલી હતાં .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.