ધંધુકા લોટીયા મસ્જિદ ખાતે ઇફ્તાર પાર્ટીનો ભવ્ય આયોજન કરાયું - At This Time

ધંધુકા લોટીયા મસ્જિદ ખાતે ઇફ્તાર પાર્ટીનો ભવ્ય આયોજન કરાયું


ધંધુકા લોટીયા મસ્જિદ ખાતે ઇફ્તાર પાર્ટીનો ભવ્ય આયોજન કરાયું

શહેરના અગ્રણીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સૌહાર્દપૂર્ણ માહોલ

ધંધુકામાં લોટીયા સમાજ દ્વારા ધંધુકા લોટીયા મસ્જિદ ખાતે ભવ્ય ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકીય આગેવાનો, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, વેપારી આગેવાનો, પોલીસ અધિકારીઓ અને હોમગાર્ડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે સામૂહિક રીતે ભોજન ગ્રહણ કરવામાં આવ્યું અને લોટીયા તેમજ મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઇફ્તાર કરવામાં આવ્યો. ઇફ્તાર પાર્ટી દરમિયાન સમાજ એકતા અને ભાઈચારાની ભાવના ઝલકતી જોવા મળી.

અધિકારીઓ અને પદાધિકારીઓનું સન્માન

સમાજ દ્વારા હાજર રહેલા તમામ અધિકારીઓ અને પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું. નવા નિમાયેલા નગરપાલિકા સભ્યો અને અધિકારીઓને ફૂલહાર પહેરાવી શુભેચ્છા અપાઈ. ઉપરાંત, લોટીયા સમાજ દ્વારા ચકલી માટેના ચણ અને ચણ નાખવાના સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ દ્વારા ધંધુકામાં સામાજિક એકતા અને સહઅસ્તિત્વની મજબૂત મિસાલ ઉભી થઈ હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image