શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં લુણાવાડા કલેકટર કચેરી ખાતે પંચાયત રાજ દિવસની ઉજવણી કરાય - At This Time

શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં લુણાવાડા કલેકટર કચેરી ખાતે પંચાયત રાજ દિવસની ઉજવણી કરાય


પંચાયત રાજ દિવસ નિમિત્તે જિલ્લાના દરેક તાલુકા દીઠ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરપંચશ્રીઓનું સન્માન કરાયું

સમગ્ર ભારતમાં પંચાયતી રાજ દિવસ ૨૪ એપ્રિલના રોજ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા કલેકટર કચેરી સભાખંડ ખાતે આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થતિમાં જિલ્લા કક્ષાનો પંચાયત રાજ દિવસની ઉજવણી કરાઈ હતી.

લુણાવાડા કલેકટર કચેરી ખાતે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર, દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ, બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થના હસ્તે પંચાયત રાજ દિવસ નિમિત્તે જિલ્લાના દરેક તાલુકા દીઠ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરપંચશ્રીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરાયા હતા.

આજ રોજ મહીસાગર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનો આયોજન કરાયું છે અને તમામ ગ્રામ પંચાયત ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના મધુબનીથી પંચાયતી રાજ દિવસ-૨૦૨૫ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં નાગરિકો વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રીઓ, સંકલનના તમામ અધિકારીશ્રી સહિત સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image