સમગ્ર જિલ્લામાં સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા 13 થી 20 વર્ષની દીકરીઓને હિમોગ્લોબીન તપાસ કેમ્પ યોજાયો ડોક્ટર સેલ દ્વારા દરેક કેમ્પમાં ડોક્ટરમિત્રો પણ હાજર રહ્યા જરૂરી દવાનું પણ વિતરણ કરાયું હિંમતનગર :
સમગ્ર જિલ્લામાં સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા
13 થી 20 વર્ષની દીકરીઓને હિમોગ્લોબીન તપાસ કેમ્પ યોજાયો
ડોક્ટર સેલ દ્વારા દરેક કેમ્પમાં ડોક્ટરમિત્રો પણ હાજર રહ્યા
જરૂરી દવાનું પણ વિતરણ કરાયું
હિંમતનગર :
વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના જન્મદિવસ અંતર્ગત સેવાહી સંગઠનના ભાગરૂપે સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા સાબરકાંઠા જિલ્લાના દરેક - શહેરના મુખ્ય મથક તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓમાં 13 થી 20 વર્ષની દીકરીઓને હિમોગ્લોબિન તપાસ કેમ્પ ડોક્ટર સેલના સહયોગથી રાખવામાં આવેલ. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી કાજલબેન દોશી, લીલાબેન વ્યાસ, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, જીલ્લા ખજાનચી જયેશભાઈ શાહ, તલોદ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ ભાઈ, તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સંજયભાઈ પટેલ, ગોપાલસિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ વાસુદેવ રાવલ, નિર્મળાબેન પંચાલ, તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પંડયા, ડો. સમીરભાઈ શાહ, ડો. પ્રકાશ મેવાડા, ડો. મિલન ગોસ્વામી, હિંમતનગર શહેર કાર્યક્રમના ઇન્ચાર્જ જીનલબેન પટેલ, શહેર મહામંત્રી જયેશભાઈ પટેલ, સવજીભાઈ ભાટી, બીપીનભાઈ દરજી, શહેર મહિલા મોરચાના પ્રમુખ અરુણાબેન કડિયા, અર્ચનાબેન ભટ્ટ, હંસાબેન પિત્રોડા, વર્ષાબેન મિસ્ત્રી, બીનલબેન ભાવસાર, બીનાબેન બ્રહ્મભટ્ટ,ભાવનાબેન પંચાલ, નીકીતાબેન, જાનકીબેન રહેવર, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પટેલ, કુંતલબેન ગોર સહિત મહિલા મોરચાની બહેનો, કાર્યકરો હાજર રહેલ. અન્ય તાલુકાઓમાં મહિલા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ પણ રાખવામાં આવેલ. દીકરીઓને આહારશૈલી પર મેડીકલકાઉન્સિલ કરવામાં આવ્યુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.