ધાનપુર તાલુકાના નવાનગર ગામે મનરેગા યોજનામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવા છતાં તપાસ ના કરાતા તંત્ર સામે અનેક સવાલ.
ગુજરાત રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ ના તાલુકામાં ભ્રષ્ટાચારની બુમ.
ધાનપુર તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાથે મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર અંગે ટેલિફોનીક વાતચીત કરતા તપાસ માટે આદેશ આવશે તો જ તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.
ધાનપુર તાલુકાના નવાનગર ગામમાં ૨૦૧૬ થી આજદિન સુધી આશરે ૪૦ કેટલ શેડ,૪૨ કૂવા ૨૫ ચેકડેમ તેમજ ૧૨ માટી મેટલ રોડ ના કામો કર્યા વિના બારોબાર રૂપિયા ચાઉં કરી ગયા હોવાની રજૂઆત ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી નવાનગર ગામે થયેલ ભ્રષ્ટાચાર અંગે સ્થળ તપાસ મનરેગા શાખાના જવાબદાર કર્મી એ.પી.ઓ,ટેકનિકલ આસિસ્ટન્ટ,ગ્રામ રોજગાર સેવક તેમજ સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી નથી
આ બાબતે ધાનપુર ટીડીઓ રાઠવા સાથે નવાનગર ગામે મનરેગા ના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે શું કાર્યવાહી હાથ ધરેલ છે તેમ સવાલ કરતા જણાવ્યું હતું કે આ બાબતે અમારી પાસે કોઈ લેટર નથી અમારી પાસે તપાસ માટે લેટર આવશે તો તપાસ કરવામાં આવશે તેમ કહી તેઓ દ્વારા ભ્રષ્ટાચારી મનરેગાના કર્મીઓને છાવરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે શું લોકોના નામે કામો મંજૂર કરાવી ભ્રષ્ટાચાર કરી સરકારના રૂપિયા બારોબાર ચાઉં કરી જનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભ્રષ્ટાચારનો દોર યથાવત રહેશે.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે
