ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાન માં ચાલો આપણે સૌ આપણા વતન માં એક જલ મંદિર બનાવીએ. વરસાદી પાણી થી વર્ષો વર્ષ સુધી પશુ-પક્ષી, પર્યાવરણ અને જન –જન ની સેવા કરશે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાન માં
ચાલો આપણે સૌ આપણા વતન માં એક જલ મંદિર બનાવીએ.
વરસાદી પાણી થી વર્ષો વર્ષ સુધી પશુ-પક્ષી, પર્યાવરણ અને જન –જન ની સેવા કરશે.
સમાજ ના અનેક લોકો માં પરિવર્તન આવેલ છે.જેનાથી સમાજ માં સારા એવા પરિણામો આવતા હોય છે. તો આવી જ એક સ્ટોરી પૃથ્વી ના સમગ્ર જીવ સૃષ્ટી ના કલ્યાણ અર્થે સંપૂર્ણ લોકભાગીદારી થી સૌરાષ્ટ્ર-ગુજરાત માં અત્યાર સુધી માં ગ્રામ્ય વિસ્તાર માં વધુમાં વધુ અને શહેર માં જરૂરીયાત પ્રમાણે વરસાદી પાણી નું યોગ્ય રીતે જતન થાય તેના માટે 250 થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવેલ છે. જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના સંકલ્પ ના ૭ અમૃત સરોવર પણ બનેલ છે. અને હવે પછી ૧૧,૧૧૧ ચેકડેમ બનાવવાનો સંકલ્પ કરેલ છે. તેમજ ૧૧,૧૧૧ રિચાર્જ બોર કરવાનો સંકલ્પ કરેલ છે. તેમાંથી 450 થી વધુ રિચાર્જ બોર થયેલ છે. જેનાથી જમીન માં પાણી ના તળ ખુબ ઊંચા આવેલ છે.
વરસાદનું અમૃત સમાન શુધ્ધ પાણી નું યોગ્ય જતન કરવાથી પશુ-પક્ષી, જીવ-જંતુની રક્ષા અને માનવજાતને ખોરાક અને પાણી મળવા થી નીરોગી રહે છે.
વરસાદ ના પાણી જમીન માં ઉતારવા થી જમીન માં શુદ્ધ પાણી ના લેવલ ઉપર આવતા પર્યાવરણ અને લોકોને અનેક પ્રકારના ફાયદા થાય છે.
વરસાદી પાણી ના સંગ્રહ થી ખેત ઉત્પાદન માં ખુબજ વધારો થવાથી ખેડૂત અને દેશ ની આર્થિક સમૃધ્ધિ માં વધારો થાય છે. અને લોકો ગ્રામ્ય જીવન તરફ પાછા આવી ખેતી માં મબલક કમાણી કરે છે.પાણી એવી વાણી, અન્ન એવું મન દ્વારા માનવ જાત ને માનસિક આનંદ આવે એવું વાતાવરણ ઉભું થાય છે.વરસાદી પાણી વધુ માં વધુ સંગ્રહ થવાથી ફલડ નું પ્રમાણ ઘટવાથી માટી નું ધોવાણ અટકતા આર્થિક નુકસાન થી બચી શકાય છે.નર્મદા જળ પહોચાડવાનો ખર્ચ સરકારશ્રીને વધુ આવે છે તેમાં મોટી બચત થશે અને દરેક ગામને વર્ષોના વર્ષ સુધી વરસાદનું શુધ્ધ પાણી મળી રેહશે.૭.આપને ત્યાં આવતા શુભ પ્રસંગો જેવા કે જન્મ દિવસ, લગ્ન દિવસ, દીકરીના કરિયાવર, વડીલોની પુણ્યતિથિ નિમિત્તે, ચેકડેમ બનાવી યાદગાર બનાવીએ સમાજના ઉદ્યોગપતિ, કર્મચારીઓ, દાતાશ્રીઓ સાથે જન-જન વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણીના યોગ્ય જતન માટે દરેક લોકો જોડાઇ 8૦G, CSR, FCRA દ્વારા સમાજના કલ્યાણ માટે મોટા પ્રયત્નોની શરૂઆત બની શકે છે.આ કાર્ય ને સફળ બનાવવા માટે રાજકોટ ના ઉદ્યોગપતિ અને દાતા ના આર્થીક સહયોગ થી થોડા સમય માં આ સંસ્થા દ્વારા 250 થી વધુ ચેકડેમ અને 450 થી વધુ રીચાર્જ બોર કરેલ છે. જેમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, મનીષભાઈ માયાણી, સતીશભાઈ બેરા, કિશોરભાઈ કાથરોટિયા, વિઠલભાઈ બાલધા વગેરે .
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
