અંકલેશ્વરમાં પરીક્ષા પે ચર્ચા અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને અભિપ્રેરણા કાર્યક્રમનું આયોજન કરાયું
અંકલેશ્વરમાં પરીક્ષા પે ચર્ચા અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને અભિપ્રેરણા કાર્યક્રમનું આયોજન કરાયું
ભરૂચ જિલ્લા ભાજપ આયોજિત કાર્યક્રમમાં અંકલેશ્વર શહેરની વિવિધ શાળાના 500 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો
અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંગે નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા ના 500 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો આ કાર્યક્રમ માં ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેખીત પુસ્તક ‘એકઝામ વોરિયર્સ' તથા શુભેચ્છાના પ્રતિકરૂપે પુસ્તક 'પ્રેરણાનું પ્રભાત’ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વર્ષ ૨૦૧૮ થી વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને પોતાના અનુભવ વહેંચી વિદ્યાર્થીઓને તણાવમુકત પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કહ્યું કે “હું ઈચ્છું છું કે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ગભરાટના વાતાવરણથી દૂર રહે, બસ તમે જે પણ કરો છો તે આત્મવિશ્વાસ સાથે કરતા રહો અને મને ખાતરી છે કે તમે સૌ ઉત્સવના વાતાવરણની જેમ આપની પરીક્ષા આપી શકશો". વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખાયેલ પુસ્તક “એકઝામ વોરિયર્સ” માં વિદ્યાર્થીઓ માટે તણાવમુકત પરીક્ષા આપવા માટે વાલીઓ માટે લખાયેલ ૬ સૂચનો ખૂબ જ લોકપ્રિય થયા છે. વિવિધ પ્રકારના આર્ટ અને પેન્ટીંગ દ્વારા તૈયાર થયેલ આ પુસ્તક પરીક્ષાના તમામ આયામોને આવરી લે છે.જે વિદ્યાર્થીઓ આ પુસ્તક વાંચીને પરીક્ષા આપે છે તેઓ તણાવમુકત રીતે પરીક્ષા આપી શકે છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ અંગે જનજાગૃત્તિ લાવવાના અને વિદ્યાર્થીઓને “એકઝામ વોરિયર્સ” પુસ્તકનો પરીચય કરાવવા અર્થે અંકલેશ્વર શહેર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ પરીક્ષા પે ચર્ચા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં અંકલેશ્વર ની વિવિધ શાળા ના 500 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેખીત પુસ્તક ‘એકઝામ વોરિયર્સ' તથા શુભેચ્છાના પ્રતિકરૂપે 'પુસ્તક પ્રેરણાનું પ્રભાત’ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહીત ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.