બાલાસિનોર તાલુકામાં 8 ઇંચ વરસાદ થી ખાના ખરાબી મકાનની દીવાલ ધરાશાયી, સુતારિયામાં લોકોનું સ્થળાંતર કર્યું
બાલાસિનોર તાલુકામાં 8 ઇંચ વરસાદ થી ખાના ખરાબી મકાનની દીવાલ ધરાશાયી, સુતારિયામાં લોકોનું સ્થળાંતર કર્યું
એકધાર્યા વરસાદ થી જન જીવન પર વ્યાપક અસર જોવા મળી
બાલાસિનોર તાલુકા પોલીસની કામગીરી ને સેલ્યુટ
રૈયોલી ગામે ગટર તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો
બાલાસિનોર તાલુકાના 8 ઇંચ સાર્વત્રિક વરસાદ પડતાં ખેડૂત પુત્રોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. ત્યારે તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદ પડવાથી કાચા મકાનોની દીવાલો ધરાશાયી થઈ હતી. બીજી તરફ અનેક વિસ્તારોમાં ઝાડ માર્ગ પર પડતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જેના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાની વારો આવ્યો હતો
છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ત્યારે બીજી તરફ અમુક ગામોમાં ભારે વરસાદના કારણે લોકોને પરેશાન થવાની વારી આવી હતી. જેમાં બાલાસિનોરના જેઠોલી તાબે કુવેચિયા ગામમાં પાણી ઘૂસ્યા હતા. જેમાં કુવેચિયા તેમજ રૈયોલી ગામમાં ઘૂંટણસમા પાણી રસ્તા સહિત ઘરોમાં ઘૂસ્યા હતા. જ્યારે આસપાસના વિસ્તારોમાં નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સરપંચ અને તલાટી દ્વારા પાણી અન્ય જગ્યાએ વાળવા માટે ગ્રામજનોની મદદથી અનેક પારાઓ તોડ્યા હતા. તાલુકાના સુતરિયા ગામમાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ જતાં ગ્રામપંચાયત ખાતે અને ગ્રામપંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે 70 થી વધુ લોકોને સ્થાળાંતર કરવામાં આવ્યું હતુ.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.