ઉપલેટાના બંને પુત્રોએ વધાર્યું ઉપલેટાનું ગૌરવ: રાજકોટના દુષ્યંત ભેડાએ કરી યુ.પી.એસ.સી. પાસ અને મેળવ્યો ગુજરાતમાં મેળવ્યો બીજો ક્રમાંક
એક જ માતા-પિતાના બંને પુત્રોએ યુ.પી.એસ.સી. પાસ કરેલ હોય તેવો ગુજરાતનો પ્રથમ કિસ્સો
યુવકના મોટાભાઈ વિવેક ભેડા પણ છે હાલ ગુજરાત કેડરમાં આઈ.પી.એસ. ઓફિસર
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા.૨૬ મે ૨૦૨૩, દેશમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે ગુજરાતના પણ કેટલાક ઉમેદવારો પાસ થયા છે. આ ઉમેદવારોમાં રાજકોટ જિલ્લાના અને મૂળ ઉપલેટાના રહેવાસી અને હાલ રાજકોટ સ્થાયી થયેલા દુષ્યંત ભેડાએ પણ આ યુ.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરી છે. દુષ્યંત ભેડાએ યુપીએસસીની પરીક્ષામાં ૨૬૨ મો રેન્ક મેળવ્યો છે. ત્યારે રાજકોટનો યુવાન યુપીએસસીની પરીક્ષામાં પાસ થતા તેના પરિવારજનો અને રાજકોટ વાસીઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે દુષ્યંત ભેડાના મોટાભાઈ એવા વિવેક ભેડા પણ હાલ યુ.પી.એસ.સી. ની પરીક્ષા પાસ થઈ ચૂક્યા છે અને તેઓ હાલ ગુજરાત કેડરના આઈ.પી.એસ. તરીકે પોતાની સેવા આપી રહ્યા છે એટલે કે રાજકોટના ઉપલેટા વાતની તેમજ એક જ માતા-પિતાના અને પરિવારના બે-બે પુત્રોએ યુ.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરી હોય તેવી રાજ્યની આ પ્રથમ ઘટના સર્જાય છે.
યુ.પી.એસ.સી. પાસ કરનાર દુષ્યંત ભેડાના પરિવારની વાત કરવામાં આવે તો તેઓ મૂડ ઉપલેટા ગામના વતની છે. તેમના પિતા ડો.પ્રો. પ્રવિણભાઈ ભેડા અગાઉ સરકારી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા ત્યારબાદ તેમણે આ પ્રિન્સિપાલ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રાજકોટ શહેરમાં આવીને તેઓ વસ્યા છે. હાલમાં દુષ્યંત ભેડાના પિતા કન્સ્ટ્રક્શન લાઈન સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે જ્યારે તેમની માતા ગૃહિણી છે. આ સાથે જ દુષ્યંત ભેડાના મોટાભાઈ વિવેક ભેડા અગાઉ યુ.પી.એસ.સી. પરીક્ષા પાસ કરી ચૂકેલા છે અને તેઓ હાલમાં ગુજરાત કેડરમાં આઈ.પી.એસ. તરીકે ફરજ બજાવી રહ્યા છે. દુષ્યંતની પત્નીની વાત કરવામાં આવે તેવો હાલ ફિઝીયોથેરાપી તરીકે પોતાની સેવા આપી રહ્યા છે જ્યારે પરિવારના બીજા સભ્ય એવા દુષ્યંત ભેડાએ યુ.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરતા તેમના પરિવારમાં સમાજમાં અને ઉપલેટામાં ખૂબ જ ખુશીનો માહોલ છવાયો છે.
આ અંગે દુષ્યંત ભેડાએ જણાવ્યું હતું કે, હાલ મારા મોટાભાઈ વિવેક ગુજરાત કેડરમાં આઇ.પી.એસ. તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે મોટાભાઈ વિવેક ભેડાની પ્રેરણાથી જ મે યુ.પી.એસ.સી. માં જ ફોકસ કર્યું હતું અને પ્રથમ પ્રયત્ને જ યુ.પી.એસ.સી. પરીક્ષા પાસ કરી હતી જેમાં ૨૬૨ મો રેન્ક મેળવ્યો હતો જ્યારે તેમની આ સિદ્ધિ પાછળ તેમના માતાપિતા અને પત્ની ગોપીનો પણ પૂરો સહયોગ રહ્યો છે તેવું પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો એવો પરિવાર કે જેમના બન્ને દીકરા બે વર્ષમાં યુ.પી.એસ.સી. પરીક્ષા ક્રેક કરી છે ત્યારે રાજકોટ સહિત તેમના પરિવારજમાં અને તેમના સમાજ અને ઉપલેટામાં હાલ ખુબજ ખુશીનો માહોલ છવાયો છે.
દુષ્યંત ભેડાએ ધોરણ ૧૦ પાસ ઉપલેટાની શાળામાંથી કર્યું છે. જ્યારે તેમને ધોરણ ૧૦ માં ઉપલેટામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. ધોરણ ૧૨ સાયન્સ રાજકોટ ક્રિષ્ના સ્કૂલમાંથી કર્યું હતું. તેમજ ધોરણ ૧૨ માં બોર્ડમાં ૮ મોં ક્રમાંક મેળવ્યો હતો ત્યારબાદ નિરમા યુનિવર્સીટીમાંથી બી.ઈ. મિકેનિકલ અભ્યાસ કર્યો હતો. આ પછી આઈ.આઈ.એમ. કોઝિકોડ માંથી એમ.બી.એ. કર્યું હતું તેમજ આઈ.આઈ.એમ. માંથી પ્લેસમેન્ટ મેળવ્યું અને ત્રણ વર્ષ જોબ કરી હતી. આ સાથે બે વર્ષ ડોયેશ બેન્ક જર્મનીમાં જોબ કરી હતી અને હાલમાં એક્સેંચર સ્ટ્રેટેજી કંપનીમાં તેમની જોબ ચાલુ છે. આ જોબ સાથે દુષ્યંતે યુ.પી.એસ.સી. માં ૨૬૨ મો રેન્ક મેળવ્યો છે જેમાં આ પરીક્ષા દરમિયાન દુષ્યંત ભેડાએ માત્ર દસ દિવસની રજા લીધી હતી તેવી પણ વિગતો સામે આવી છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.