જ્યારે હું શિક્ષિકા તરીકે બાલીસણા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતી હતી ત્યારે
જ્યારે હું શિક્ષિકા તરીકે બાલીસણા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતી હતી ત્યારે મેં જે વિધાર્થીની ને ભણાવી હતી એ વિધાર્થીની દક્ષા મકવાણા ના નવીન સાહસ તલોદ ખાતે ગ્લોબલ હ્યુમન ડેવલપમેન્ટ કાઉન્સિલ સંચાલિત મહાલક્ષ્મી રોજગાર ટ્રેનિંગ એકેડમી નો શુભારંભ કરાવી અભિનંદન પાઠવ્યા અને સફળતાના શિખરો સર કરે એવી શુભકામનાઓ પાઠવી.
આ તકે મારી સાથે તલોદ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન ચાવડા, તલોદ તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલા, તલોદ તાલુકા સંગઠનના પ્રમુખ કનકસિંહ ઝાલા, શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, જિલ્લા ઉપ પ્રમુખ ભીખુસિંહ ઝાલા, શહેર મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર લીનાબેન વ્યાસ,હરેશભાઈ પટેલ, પ્રકાશસિંહ મકવાણા તથા ઈશ્વરસિંહ મકવાણા સહિત સ્થાનિક આગેવાનો સ્નેહીજનો અને પ્રજાજનો હાજર રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
