હળવદના ચરાડવા ગામે લુટેરી દુલ્હન એક વ્યક્તિ સાથે લગ્ન કરી બીજા દિવસે ફરાર
ટંકારાના જીવાપર ૪૦ વર્ષીય આધેડના લગ્ન કરાવી ૧ લાખ રૂપિયા લઇ લીધા હતા અને બાદમાં લગ્નના બીજા દિવસે દુલ્હન ઘર છોડી જતી રહી હતી અને મહિલા સહિતના ત્રણ ઇસમોએ લગ્ન કરાવી એક લાખ પડાવી રૂપિયા લઈને છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે
હળવદના ચરાડવા ગામે રહેતા મુકેશ ડાયાભાઇ સોલંકી (ઉ.વ.૪૦) વાળાએ આરોપીઓ મુકેશ જીવાભાઈ ચાવડા રહે પીપળા તા. ધ્રાંગધ્રા, તુલશીબેન ગોસાઈ અને જોશનાંબેન રહે બંને રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આજથી છ સાત માસ પૂર્વે ફરિયાદીના માતા પુંજીબેન મામાના ઘરે રફાળેશ્વર ગયા હતા જ્યાં મોટી બહેન મંજુબેનના જેઠના દીકરા મુકેશ જીવ ચાવડા મળ્યા હતા જેથી માતાએ દીકરા માટે સારો સંબંધ હોય તો બતાવવા કહ્યું હતું જેને એક બાવાજીની છોકરી માતાપિતા વિનાની છે માસી સાથે રાજકોટ રહે છે તેવું જણાવ્યું હતું
છોકરીને જોવા ગયા જેને નામ તુલસી ગોસાઈ જણાવ્યું અને એકબીજાને ગમતા ત્યારે જ ચાંદલા કર્યા અને ફોટો પાડ્યા હતા તેમજ કાલે ફૂલહાર કરી લઈએ તો તેઓએ અમે છ બહેનો છે અને બનેવી છે જેને જાણ કરવી પડશે કહીને માસી જોશનાબેન અને મુકેશ જીવાભાઈએ કહ્યું કે તમે ત્રણ ચાર જણા હસો તો પણ ચાલશે કહીને ગત તા. ૨૯-૧૧ ના રોજ ઇકો ગાડીમાં લગ્ન માટે નીકળ્યા હતા અને રાજકોટ આવો ત્યાં મંદિરમાં લગ્ન કરી દેવાનું કહ્યું હતું અને મોરબી પહોંચતા ફરી ફોન આવ્યો અને તમે ટંકારાના જીવાપર ગામે આવો જ્યાં મેલડી માતાજી મંદિર છે અને મંદિરે પહોંચતા બધા લોકોની હાજરીમાં તુલસીને ચાંદીનું મંગલસૂત્ર, નાકનો સોનાનો દાણો પહેરાવી લગ્ન કર્યા જેના ફોટો પાડ્યા હતા અને વાત થયા મુજબ ૧ લાખ રૂપિયા મોટા બનેવી પાલજીભાઇ કરશનભાઈ ચાવડાએ મુકેશ જીવાને આપ્યા હતા જે ૧ લાખ મુકેશે જોશનાબેનને આપ્યા હતા
લગ્ન બાદ તુલસી સાથે ઘરે ચરાડવા ગામ આવ્યા હતા અને ગૃહ પ્રવેશ વિધિ કરી હતી બાદમાં બીજા દિવસે તા. ૩૦-૧૧ ના રોજ બપોરે તુલસીએ માસી જોશનાબેન અને મુકેશ જીવનભાઈ મોરબી દવાખાને આવ્યા છે અને તેને પાછા પગ વાળવા માટે જવું છે તમે મને મોરબી મૂકી જાવ કાલે રાજકોટ આવી તેડી જજો કહેતા તેને મોરબી જુના બસ સ્ટેશન મૂકી આવ્યો હતો અને તુલસી બસમાં બેસી રાજકોટ જતી રહી હતી બાદમાં તુલસીને ફોન કરી તેડવા આવું છું કહેતા અત્યારે જામનગર બહેનના ઘરે ગઈ છો બપોર પછી તેડવા આવજો કહ્યું અને જોશનાબેનના ઘરે ગયો ત્યાં તાળું મર્યું હતું અને માસીને ફોન કર્યો તો તમારે અહી આવવું નહિ અને મને ફોન કરવો નહિ તમે જાણો અને તમારી તુલસી જાણે કહીને ફોન કાપી નાખ્યો હતો બાદમાં તુલસીને ફોન કરતા નંબર બ્લોક કરી નાખ્યો અને ફોન લાગતો ના હતો આમ છેતરપીંડી થયાની જાણ થતા ટંકારા પોલીસ મથકમાં અરજી કરી હતી અને ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.